Gujarat Exclusive > દેશ-વિદેશ > બંગાળમાં TMCની જીત પર પીએમ મોદીએ કહ્યું- ‘મમતા દીદીને શુભેચ્છા’

બંગાળમાં TMCની જીત પર પીએમ મોદીએ કહ્યું- ‘મમતા દીદીને શુભેચ્છા’

0
32

પશ્ચિમ બંગાળમાં ટીએમસીએ મમતા બેનર્જીના નેતૃત્વમાં મોટી જીત મેળવી છે. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ મમતા બેનર્જીને જીત પર શુભેચ્છા આપી છે. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું છે કે, દીદી તમને ટીએમસીની જીત પર શુભેચ્છા. કેન્દ્ર રાજ્યના લોકોની આશા પૂરી કરવા અને કોરોના સંકટથી લડવા માટે પશ્ચિમ બંગાળ સરકારને સંભવ મદદ કરતું રહેશે.

પીએમ મોદીએ પોતોના બીજા ટ્વિટમાં પશ્ચિમ બંગાળની જનતાને સંબોધિત કરતાં લખ્યું, “હું પશ્ચિમ બંગાળના પોતાના ભાઈઓઓ અને બહેનોને ધન્યવાદ આપવા ઈચ્છું છુ, જેમને અમારી પાર્ટીને આશીર્વાદ આપ્યા. જ્યાં પહેલા પાર્ટીની લગભગ ના ને બરાબર હાજરી હતી, ત્યાં હવે તેમાં વધારો થયો છે. બીજેપી લોકોની સેવા ચાલું રાખશે. ચૂંટણીમાં મહેનત માટે હું દરેક કાર્યકર્તાના વખાણ કરૂ છું.”

પીએમ મોદીથી પહેલા તમામ મોટા નેતા મમતા બેનર્જીને જીતની શુભેચ્છા આપી ચૂક્યા છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે પણ મમતા બેનર્જીને જીત માટે શુભેચ્છા આપી. તે ઉપરાંત બધા જ વિપક્ષી નેતાઓએ પણ ટ્વિટ કરતાં મમતાના વખાણ કર્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat