વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નૌસેનાના નવા નિશાનનું અનાવરણ કર્યુ છે. જૂના નિશાન પર ગુલામીના પ્રતીક લાલ ક્રૉસ હતુ, જેને હટાવીને હવે છત્રપતિ શિવાજી મહારાજની મોહરથી પ્રેરિત આકૃતિને જગ્યા આપવામાં આવી છે. શિવાજીને ‘ફાધર ઓફ ઇન્ડિયન નેવી’ કહેવામાં આવે છે.
Advertisement
Advertisement
નવા નિશાનમાં શું છે ખાસ
આઝાદીથી અત્યાર સુધી નૌસેનાના નિશાનને ચાર વખત બદલવામાં આવ્યુ છે. પ્રથમ વખત ભારતીય નૌસાનાના ધ્વજનું ભારતીય કરણ 26 જાન્યુઆરી 1950માં કરવામાં આવ્યુ હતુ. લેટેસ્ટ બદલાવ ઘણુ વધારે છે, કારણ કે આ વખતે નૌસેનાના ધ્વજમાંથી ગુલામીના તમામ નિશાનને મિટાવી દેવામાં આવ્યા છે.
નવુ નિશાન વ્હાઇટ છે, જેમાં ઉપર તરફ તિરંગો બનેલો છે. બાજુમાં બ્લૂ રંગના બેકગ્રાઉન્ડ પર સુવર્ણ રંગનો અશોક ચક્ર બનેલો છે. અશોક ચિન્હની નીચે સંસ્કૃત ભાષામાં ‘શં નો વરૂણ’ લખેલુ છે. જેનો હિન્દી અનુવાદ થયો- અમારી માટે વરૂણ શુભ હોય. હિન્દૂ ધર્મમાં દરિયાના દેવતાનું નામ વરૂણ છે.
શિવાજીની શાહી મોહરમાંથી લેવામાં આવી પ્રેરણા
નૌસેનાના નવા નિશાન પર બ્લૂ રંગની જે આકૃતિમાં અશોક ચિન્હ બનેલો છે, તે છત્રપતિ શિવાજી મહારાજની શાહી મોહર એટલે કે રાજમુદ્રાની આકૃતિ જેવી છે. આ કારણે નવા નિશાનને શિવાજી સાથે જોડવામાં આવી રહ્યુ છે. શિવાજી મહારાજને ભારતીય નૌસેનાના જનક માનવામાં આવે છે.
નૌસેનાની સ્થાપના મરાઠા શાસનમાં થઇ હતી. શિવાજીએ વિદેશી દરિયાઇ લૂંટેરાઓથી કોંકણ અને ગોવાના દરિયા કિનારે રક્ષા માટે નેવીની મજબૂત કરી હતી, તેમણે દરિયામાં વિદેશી લૂંટારાઓ સામે લડવા માટે લડાકૂ જહાજ પણ બનાવડાવ્યા હતા. મરાઠા યૌદ્ધા એડમિરલ કાન્હોજી આંગ્રેના નામ પર નૌસેનાના એક જહાજનું નામ પણ રાખવામાં આવ્યુ હતુ.
જૂના નિશાનમાં શું હતું?
આઝાદી પછી ભારતે રોયલ ઇન્ડિયન નેવીનું નામ બદલીને ઇન્ડિયન નેવી કર્યુ હતુ. નેવીના નિશાનથી ઇંગ્લેન્ડનો ઝંડો હટાવીને ભારતનો તિરંગો લગાવી દેવામાં આવ્યો હતો પરંતુ નિશાનમાં લાલ ક્રૉસ બનેલુ રહ્યુ હતુ. આ લાલ ક્રૉસને સેન્ટ જોર્જ ક્રૉસ કહે છે, જે અંગ્રેજી ઝંડા યૂનિયન જૈકનો પણ ભાગ છે. 2001માં બદલાવ કરીને રેડ ક્રૉસ હટાવવામાં આવ્યુ હતુ પરંતુ 2004માં ફરીથી અશોક સ્તંભ સાથે લગાવી દેવામાં આવ્યુ હતુ. આજથી પહેલા અંતિમ વખત બદલાવ 2014માં થયો હતો, ત્યારે અશોક સ્તંભની નીચે સત્યમેવ જયતે જોડવામાં આવ્યુ હતુ.
Advertisement