Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના વેક્સિનની રણનીતિ અંગે PM મોદીની બેઠક, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

કોરોના વેક્સિનની રણનીતિ અંગે PM મોદીની બેઠક, આ મુદ્દાઓ પર થઇ ચર્ચા

0
55

સરકારે કોવિડ-19 વેક્સિન રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે કોવિડ સુરક્ષા મિશન હેઠળ 900 કરોડ રૂપિયા ફાળવ્યા

નવી દિલ્હી: દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પ્રમુખ અધિકારી સાથે બેઠક કરી હતી. પીએમ મોદીએ આ બેઠકમાં દેશમાં કોરોના વેક્સિનને લઇને તૈયાર કરવામાં આવી રહેલી રણનીતિ અંગે ચર્ચા કરી છે. પીએમ મોદીએ ટ્વીટ કરી આ વાતની જાણકારી આપી છે.

પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર લખ્યું કે ભારતની વેક્સિન રણનીતિ અને આગળની તૈયારીની સમીક્ષા કરવા માટે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. બેઠકમાં વેક્સિન તૈયાર થવા સંબંધિત જાણકારી, વેક્સિનને અપ્રૂવલ અને ખરીદ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવ્યું.

એક અન્ય ટ્વીટમાં પીએમ મોદીએ જણાવ્યું કે આ બેઠકમાં કોરોના વેક્સિન આપવાની પ્રાથમિકતા પર પણ ચર્ચા કરી છે. ટ્વિટર પર આપવામાં આવેલી જાણકારી મુજબ આ બેઠકમાં વેક્સિન ઉપલબ્ધ થવા અને જુદા-જુદા પ્લેટફોર્મ પર તેને જોડવાને લઇને પણ ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલય, નીતિ આયોગ અને વિદેશ મંત્રાલયના અધિકારીઓ હાજર હતા.

આ પણ વાંચો: માહિતીના અધિકાર હેઠળ પત્ની જાણી શકશે પતિનો પગાર, કેન્દ્રીય માહિતી આયોગે આપ્યા આદેશ

પીએમ મોદીએ જણાવ્યું કે કોરોના વેક્સિનની પ્રાથમિકતા માટે કોરોના સામે યુદ્ધ લડી રહેલા સ્વાસ્થ્યકર્મીઓ અને અન્ય લોકોની ઓળખ કરવામાં આવી રહી છે જેમને કોરોનાની વેક્સિન સૌપ્રથમ આપવામાં આવશે. તેમણે જણાવ્યું કે બેઠકમાં કોવિડ-19 વેક્સિન વિતરણની પ્રક્રિયા અને વિતરણને લઇને વહીવટી તૈયારીઓ પર સમીક્ષા કરવામાં આવી.

બેઠક દરમિયાન વડાપ્રધાને વેક્સિન બનાવવામાં લાગેલા ઇનોવેટર્સ, વૈજ્ઞાનિકો અને ફાર્મા-કંપનીઓના પ્રયાસોની પ્રશંસા કરી છે. આ દરમિયાન તેમણે આદેશ આપ્યા કે વેક્સિનના રિસર્ચ, વિકાસ અને પુન:નિર્માણની સુવિધાઓ માટે દરેક સંભવ મદદ આપવામાં આવશે. સરકારે કોવિડ-19 વેક્સિન રિસર્ચ અને ડેવલોપમેન્ટ માટે કોવિડ સુરક્ષા મિશન હેઠળ 900 કરોડ રૂપિયા ફાળવ્યા છે.

પીએમ મોદીએ બેઠકમાં વેક્સિનનું તાત્કાલિક ધોરણે ઉપયોગ, વેક્સિન નિર્માણ અને સંચાલનના મુદ્દાઓ પર પણ ચર્ચા કરી છે. તેમણે જણાવ્યું કે આપણો દેશ અને અન્ય દેશોમાં અનેક વેક્સિન ત્રીજા તબક્કાના ટ્રાયલમાં છે. એવામાં આ વેક્સિનને સફળ થવા પર દેશના લોકોને જલદી કોરોના વેક્સિનના ઉપયોગ સંબંધિત પ્રક્રિયાઓનો નિપટારો લાવવા માટેની ચર્ચા પર પણ વાતચીત થઇ.

ભારતમાં પાંચ વેક્સિન પર ટ્રાયલ ચાલી રહી છે જેમાંથી ચાર વેક્સિન બીજા/ત્રીજા તબક્કામાં છે, જ્યારે એક વેક્સિન પહેલા/બીજા તબક્કામાં છે. બાંગ્લાદેશ, મ્યાન્માર, કતર, સ્વિટ્ઝરલેન્ડ, બેહરીન, ઓસ્ટ્રિયા અને દક્ષિણ કોરિયા જેવા દેશોએ ભારતમાં વિક્સી રહેલી વેક્સિનમાં રસ દાખવ્યો છે.