Gujarat Exclusive > રાજનીતિ > પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થઈ રહેલી હિંસાથી PM મોદી ચિંતિત, રાજ્યપાલને કર્યો ફોન

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ થઈ રહેલી હિંસાથી PM મોદી ચિંતિત, રાજ્યપાલને કર્યો ફોન

0
39

કોલકત્તા: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસની પ્રચંડ જીત બાદ હિંસાનો સીલસીલો યથાવત છે. ભાજપે દાવો કર્યો છે કે, ટીએમસી કાર્યકર્તાઓની હિંસામાં તેમના 9 કેડર માર્યા ગયા છે. ગૃહમંત્રાલયે રાજ્ય સરકાર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. West Bengal Violence

બીજી તરફ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે જ પશ્ચિમ બંગાળ જઈ રહ્યાં છે અને અહીં પીડિત કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરવાના છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી બાદ ફાટી નીકળેલી હિંસા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડને ફોન કરીને કાયદો અને વ્યવસ્થાની જાણકારી માંગી છે.

પશ્ચિમ બંગળના રાજ્યપાલ જગદીપ ધનખડે મંગળવારે બપોરે ટ્વીટ કરીને તેની જાણકારી આપતા જણાવ્યું કે, વડાપ્રધાન મોદીએ ફોન કર્યો અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર પોતાની ચિંતા વ્યક્ત કરી છે. હું મમતા બેનરજીને આગ્રહ કરુ છું કે, રાજ્યમાં હિંસા, આગચંપી, લૂંટ અને બેરોકટોક થતી હત્યાઓ પર નિયંત્રણ જરૂરી છે.

આ પણ વાંચો:  હાઈકોર્ટે AMCનો ઉધડો લીધો- ‘રાજ્ય સરકારની પૉલિસી મુજબ કોર્પોરેશન કેમ કામ નથી કરતું?’ West Bengal Violence

બંગાળમાં અનેક ઠેકાણે ફાટી નીકળેલી હિંસાની ઘટનાઓ પર AIMIM ચીફ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, જીવન જીવવાનો મૌલિક અધિકાર છે. લોકોના જીવનની રક્ષા કરવી કોઈ પણ સરકારની પહેલી ફરજ હોવી જોઈએ. જો તે આવું નથી કરતાં કો તેઓ પોતાના મૌલિક કર્તવ્યોનું પાલન કરવામાં નિષ્ફળ છે. અમે જીવનની રક્ષા માટે કોઈ પણ સરકારની નિષ્ફળતાની નિંદા કરીએ છીએ.

અગાઉ રાજ્યપાલે મંગળવારે DGP અને CP પાસે તત્કાલ રિપોર્ટ માંગ્યો છે. મંગળવારે ડીજી અને સીપીએ રાજ્યપાલ સાથે મુલાકાત કરીને કાર્યવાહીનું આશ્વાસન આપ્યું હતું. આમ છતાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. West Bengal Violence

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat