Gujarat Exclusive > દેશ-વિદેશ > ‘લોકસભામાં TMC હાફ, આ વખતે પૂરી સાફ’- PM મોદીના ભાષણની મોટી વાતો

‘લોકસભામાં TMC હાફ, આ વખતે પૂરી સાફ’- PM મોદીના ભાષણની મોટી વાતો

0
60

બ્રિગેડ ગ્રાઉન્ડથી PM મોદીનો શંખનાદ, મમતા બેનર્જીએ લોકોના વિશ્વાસનું કર્યું અપમાન PM Modi Bengal Election

કોલકાતા: પશ્ચિમ બંગાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડથી PM મોદીએ મમતા સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મમતા સરકાર પર લોહિયાળ રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ વડાપ્રધાને માઁ, માટી, અને માનુષનો પણ ઉલ્લેખ કરતાં જણાવ્યું કે, માટીની વાત કરનારાઓએ જ બંગાળને વેચી નાંખ્યું. PM મોદીએ આ ચૂંટણી માટે ‘જોર સે છાપ TMC સાફ’નો નારો પણ આપ્યો હતો. PM Modi Bengal Election

માઁ, માટી અને માનુષ સાથે વિશ્વાસઘાત

PM મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, દીદી આજે પણ કોંગ્રેસના પરિવારવાદના કામોને નથી છોડી શક્યાં. માં, માટી અને માનુષ સાથે વિશ્વાસઘાત કર્યા પછી હવે લોકોએ નવો નારો બનાવ્યો છે. અરે તમે બંગાળની જ નહીં તમે તો સમગ્ર દેશની બેટી છો PM Modi Bengal Election

પેટ્રોલ-ડીઝલના વિરોધમાં મમતા બેનર્જીના સ્કૂટી ચલાવવાને લઇને પણ PM મોદીએ કટાક્ષ કર્યો. તેમણે જણાવ્યું કે,

“થોડા દિવસો પહેલા જ્યારે તમે સ્કૂટી ચલાવી તો તમામ લોકો પ્રાર્થના કરતા હતા કે તમે કુશળ રહો, તમને ઇજા ના થાય. સારું થયું તમે પડ્યા નહીં. જો આવું થયું હોત તો જે રાજ્યમાં તે સ્કૂટી બની છે, એ રાજ્યને જ પોતાના દુશ્મન બનાવી લેત. તમારી સ્કૂટી હવે નંદીગ્રામ તરફ વળી ગઈ છે. અમે નથી ઇચ્છતા કે કોઇને ઇજા થાય, પરંતુ જ્યારે સ્કૂટીએ જ નક્કી કરી લીધું છે કે, નંદીગ્રામમાં જઈને જ પડવાનું છે, તો એમાં અમે અમે શું કરીએ.”

આ પણ વાંચો: કોલકાતાની રેલીમાં PM મોદીથી પહેલા થશે મિથુન દાનું ભાષણ, ગાંગુલી પર સસ્પેન્સ

PM મોદીના ભાષણની મોટી વાતો

→ ગત 6 વર્ષોમાં કેન્દ્ર સરકારની દરેક યોજનાના કેન્દ્રમાં આપણી બેટી અને માતા, બહેનો રહી છે. આજે ગરીબોને તેમના પાક્કા મકાન પણ માલકિનના નામે જ મળી રહ્યો છે. ઘેર-ઘેર શૌચાલય બન્યા, ઇજ્જત ઘર બન્યા, તો બહેન-દીકરીઓને જ સન્માન મળ્યું. PM Modi Bengal Election

→ આ લોકો અનુભવી ખેલાડીઓ છે, રમવાનું સારી રીતે જાણે છે. કંઇ રમત બાકી છોડી છે. બંગાળને કેટલા કૌભાંડ કરીને લૂંટવામાં આવ્યું છે. હવે કહી રહ્યા છે કે ખેલા હોબે… અહીં તો એમ્પાન વાવાઝોડાતી પીડિતો માટે મોકલવામાં આવેલી રાહત સામગ્રી પણ લૂંટી લેવામાં આવી.

→ બંગાળના ચાવાળા, અહીંના ટી ગાર્ડન્સમાં કામ કરનારા અમારા ભાઈ-બહેનો તો મારા વિશેષ મિત્ર છે. મારા કામને કારણે તેમની અનેક સમસ્યાઓ પણ ઓછી થઈ છે. અમારી સરકારના પ્રયત્નોને કારણે મારા આ ચાવાળા મિત્રોને પણ સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ મળ્યો છે. PM Modi Bengal Election

→ દીદીનું રિમોટ કન્ટ્રોલ હવે બીજી કોઇ જગ્યા છે, તેથી હવે આ પ્રકારની વાતો કરી રહી છે, જે તેમની સમજની પણ બહાર છે. TMCના કાદવના કારણે જ હવે પશ્ચિમ બંગાળમાં કમળ ખીલી રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat