Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM મોદીએ તાળી-થાળી વગાડવા કહ્યું, લોકો ઉત્સાહમાં ટોળા સાથે રસ્તા પર ઉતર્યા

PM મોદીએ તાળી-થાળી વગાડવા કહ્યું, લોકો ઉત્સાહમાં ટોળા સાથે રસ્તા પર ઉતર્યા

0
1119

કોરોના વાયરસનો કહેર વિશ્વભરમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોના વાયરસના 18 પોઝિટિવ કેસ નોંધાયા છે. કોરોના વાયરસ વધુ ના ફેલાય તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કરફ્યૂની જાહેરાત કરી હતી. PM મોદીએ સાથે જ સમર્થનમાં 5 વાગીને 5 મિનિટ પર તાળી-થાળી વગાડી ઉત્સાહ વધારવા કહ્યું હતું. જોકે, લોકોમાં કોરોના વાયરસનો ભય ના હોય તેમ રસ્તા પર ઉતરી સરઘસ કાઢ્યુ હતું. અમદાવાદના ખાડિયા વિસ્તારમાં પણ મોટી સંખ્યામાં લોકો ટોળુ વળી થાળી વગાડવા રેલી કાઢી હતી.

કોરોનાનો ભય હજુ શાંત નથી થયો આ તો શરૂઆત છે

કોરોના વાયરસને કારણે વિશ્વભરમાં 11 હજારથી વધુ લોકોના મોત થયા છે. કોરોના વાયરસ ભારતમાં બીજા અને ત્રીજા સ્ટેજની વચ્ચે છે. સરકાર વારંવાર લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી રહી છે તેમજ ટોળુ વળી ભેગા થવાની સૂચના આપી રહી છે. બીજી તરફ લોકો આ સૂચનાનો અનાદર કરી ભેગા થઇ રહ્યા છે અને કોરોના વાયરસને આમંત્રણ આપી રહ્યા છે. કોરોના વાયરસથી જેટલા તમે દૂર રહેશો તેટલો ફેલાતો અટકશે. તમે જોઇ શકો છો કે ચીન, ઇટાલી, ઇરાનમાં અત્યારે કેવી સ્થિતિ છે. તે લોકો પણ અવાર નવાર લોકોને ચેતવણી આપી રહ્યા છે કે હજુ પણ તમે સુધરી જાઓ સમય છે. ઘરમાં કોરોન્ટાઇલ થઇને રહો. જેટલા તમે સોશિયલ ડિસ્ટર્બન્સ રહેશો તેટલો કોરોના ફેલાતો અટકશે.

 

કોરોના વાયરસને કારણે ભારતમાં અનેક રાજ્યમાં લોક ડાઉન કરવામાં આવ્યુ છે. ભારતના દિલ્હી, બિહાર, પંજાબ, રાજસ્થાન સહિતના રાજ્યોને લોક ડાઉન કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પણ 6 જિલ્લાને લોક ડાઉન કરવામાં આવ્યા છે. ભારતમાં ગીચ વસ્તી છે અને સારવારની સુવિધા ઓછી છે માટે તેને ફેલાતો રોકવા માટે સરકાર અવાર નવાર અલગ અલગ પગલા ભરી રહી છે અને લોકોને ઘરમાં જ પુરાઇ રહેવા માટે જણાવી રહી છે. 22 માર્ચે જનતા કરફ્યૂને ભારે સમર્થન મળ્યુ હતું.જોકે, સાંજ થતા થતા મોદી સરકારની મહેનત પર લોકો ટોળુ વળી ભેગા થઇ ઉજવણી કરતા પાણી ફરી ગયુ હોય તેમ લાગી રહ્યું હતું.

ગુજરાતમાં કોરોના વાયરસથી પ્રથમ મોત, સુરતમાં 69 વર્ષીય વૃદ્ધાએ ગુમાવ્યો જીવ