Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > PM મોદીના આગમન પહેલાં સાબરમતીમાં સી પ્લેનની તૈયારીને અપાયો અંતિમ ઓપ

PM મોદીના આગમન પહેલાં સાબરમતીમાં સી પ્લેનની તૈયારીને અપાયો અંતિમ ઓપ

0
116

પીએમ મોદીના આગમનને લઈ તૈયારીઓ હાલ પુર જોશમાં ચાલી રહી છે. પીએમ મોદી સી પ્લેનમાં આવવાના હોવાથી સાબરમતી નદીમાં તડામાર તૈયારીઓ ચાલુ કરી દેવામાં આવી છે. તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

અમદાવાદમાં પીએમ મોદીના આગમનને લઈ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. સાબરમતીમાં સી પ્લેનને લઈ તમામ તૈયારીઓ પુરી કરી દેવામાં આવી છે. પીએમ મોદી સાબરમતીથી કેવડિયા સી પ્લેન મારફતે જવાના છે. તેને લઈ સુરક્ષા માટે વોટર એરોડ્રામ પર હાલ થ્રિ લેયર સિક્યુરિટી તૈનાત કરી દેવામાં આવી છે અને આખરી તબક્કામાં જ્યારે વડાપ્રધાન આવે ત્યારે એન.એસ.જી લેવલની સિક્યુરિટી ચાર્જ લેશે તેવી માહિતી હાલ જાણવા મળી રહી છે.

આ પણ વાંચો: સરકાર સમાજ, શિક્ષણ, આરોગ્ય અને સમાજનું ઘડતર કરતી સંસ્થાઓની પડખે રહેશે- CM રૂપાણી

સાબરમતી નદીમાં સી પ્લેન જે જગ્યાએ પ્લેન લેન્ડ થવાનું છે, તે જગ્યાને સામાન્ય એરપોર્ટની જેમ જ લેન્ડિંગ સિગ્નલ, હવાના દિશા જાણવા માટેના સાધનો લગાવામાં આવ્યા છે. બ્રિજ પર રેલિંગની સાથે પ્લેન માટેના લેન્ડિંગ સિગ્નલ લગાવામાં આવ્યા છે. બીજી તરફ નદીમાં ક્લોટિંગ બેરીકેટ લગાવામાં આવ્યા છે.