Gujarat Exclusive > દેશ-વિદેશ > રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિમાન જેવું એડવાન્સ હશે PM મોદીનું એરક્રાફ્ટ, મિસાઈલ હુમલાને બનાવશે નિષ્ફળ

રાષ્ટ્રપતિ ટ્રમ્પના વિમાન જેવું એડવાન્સ હશે PM મોદીનું એરક્રાફ્ટ, મિસાઈલ હુમલાને બનાવશે નિષ્ફળ

0
560

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે પોતાના વિદેશ પ્રવાસ દરમિયાન આધૂનિક સુવિધાઓથી સજ્જ વિમાનમાં મુસાફરી કરવાના છે. આ વિમાન અમેરિકન રાષ્ટ્રપતિ દ્વારા ઉપયોગમાં લેવાતા વિમાન જેટલું જ સુરક્ષિત હશે. આધૂનિક સુવિધાઓથી સજ્જ અને નવા ફિચર્સ સાથેનું આ વિમાન સરકારી વિમાન કંપની એર ઈન્ડિયામાં સામેલ થયું છે. કહેવાય છે કે, આ વિમાનોની જવાબગદારી એર ઈન્ડિયાની જગ્યાએ ઈન્ડિયન એર ફોર્સને આપવામાં આવી શકે છે. સરકાર આ પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે.
આવા વિમાન માટે તાજેતરમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં રુપિયા 8458 કરોડ રુપિયા ફાળવવાની જોગવાઈ કરવામાં આવી છે.

કહેવાય છે કે, આ વિમાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઉપયોગમાં લેવાતા બૉઈંગ-747-2000-B વિમાન જેટલા જ સુરક્ષિત હશે. જેમાં આધૂનિક મિસાઈડ ડિફેન્સ સિસ્ટમ પણ હશે. આ વિમાન દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન જેવી વિશેષ વ્યક્તિઓ (VVIP)ની મુસાફરી માટે ઉપયોગમાં લેવામાં આવશે. બોઈંગ સાથે થયેલી ડીલ પ્રમાણે, એર ઈન્ડિયા આવા કુલ 3 વિમાનો ખરીદશે.

એર ઈન્ડિયા તરફથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે, ત્રણ બૉઈંગ-777-300 ઈઆર વિમાનોમાંથી 2 નો એર ઈન્ડિયા વન તરીકે દેશના રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન માટે કસ્ટમાઈઝ કરવામાં આવશે. આ વિમાનોની જાળવણીની જવાબદારી ભારતીય વાયુ સેના કરશે. જ્યારે ત્રીજા વિમાનનો ઉપયોગ કોમર્શિયલ કામો માટે થખશે.

જણાવી દઈએ કે, 2 બોઈંગ 777-300 ER વિમાન 25 વર્ષ જૂના જંબો જેટ B 747-400ની જગ્યા લેશે. હાલ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની મુસાફરીઓ માટે આવા વિમાનોનો ઉપયોગ કરવામાં આવે છે. એર ઈન્ડિયા વનના આ વિમાનોની રેટ્રોફિટિંગનો ખર્ચ અંદાજે 1,100 કરોડ રુપિયા આવશે.

આ એર ક્રાફ્ટની ખાસિયતોના વાત કરીએ તો, તેમાં તમામ અધ્યાધૂનિક સુવિધાઓ છે. આ એક ઉડતુ મિલિટ્રી બેઝ જેવું જ છે. આ એરક્રાફ્ટ મિસાઈલ હુમલાને રોકવા, દુશ્મનની રડાર બચવા માટે, હવાઈ હુમલા સમયે જવાબી કાર્યવાહી કરવા, ગ્રેનેડ અને રોકેટનો વાર સહન કરવામાં સક્ષણ છે. આટલું જ નહી આ ફ્લાઈટમાં બેઠા-બેઠા દુનિયાના કોઈ પણ ખુણે બેઠેલા કોઈ પણ દેશના વડા સાથે સંપર્ક કરી શકાય છે. આ ઉપરાંત વિમાનમાં 24 કલાક મેડિકલ સુવિધા ઉપલબ્ધ રહેશે અને ઓપરેશન થિયેટર પણ હશે. આટલું જ નહી, આ વિમાનમાં એક સમયમાં 2000 લોકો માટે ખાવાનું પણ તૈયાર કરવામાં આવી શકે છે. આજ કારણ છે કે, તેને “ક્વિન ઓફ સ્કાય” અને “ફ્લાઈંગ ફોર્ટ્રેસ”ના નામે પણ ઓળખવામાં આવે છે.

તુર્કીમાં લેન્ડિંગ વખતે રન વે પરથી લપસીને વિમાનના ત્રણ ટૂકડા, 3ના મોત અને 150 ઈજાગ્રસ્ત