- અકસ્માતમાં 6 મહિનાની બાળકી બની અનાથ, CM રૂપાણીએ પણ 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી
સુરત: શહેરમાં સર્જાયેલા ગમખ્વાર ટ્રક અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. આ સાથે જ PM મોદીએ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને સાંત્વના આપી અને ઈજાગ્રસ્તોના જલ્દી સ્વસ્થ થવા માટે કામના કરી કરી છે.
The loss of lives due to a truck accident in Surat is tragic. My thoughts are with the bereaved families. Praying that the injured recover at the earliest: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 19, 2021
ગુજરાતમાં સુરતમાં કીમ-માંડવી રોડ પર સોમવારે મોટી રાત્રે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રકે બાળકો સહિત 22 લોકોને કચડી માર્યા હતા. જેમાં 15 લોકોના મોત થયા હતા, જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
કેવી રીતે થયો અકસ્માત?
આ અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો રાજસ્થાનથી આવેલા શ્રમજીવીઓ હતા અને ફૂટપાથ પર સૂઈ રહ્યાં હતા. આ સમયે એક ડમ્પર સામેથી શેરડી ભરીને આવી રહેલા ટ્રેક્ટર સાથે ધડાકા ભેર ટકરાયું હતુ. આ ટક્કર બાદ ડમ્પર ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા તે ફૂટપાથ પર સૂઈ રહેલા શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું.
આ અકસ્માતમાં એક 6 મહિનાની બાળકીનો આબાદ બચાવ થયો છે, પરંતુ તેના માતા-પિતા મોતને ભેટ્યા છે. મૃતક શ્રમિકો રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના હોવાનું જાણવા મળ્યું છે. હાલ મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે, જ્યારે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.
આ પણ વાંચો: સુરત: ટ્રક-ટ્રેક્ટર વચ્ચે અકસ્માતમાં ફૂટપાથ પર સૂતેલા 18 શ્રમજીવી કચડાયા, 15ના મોત
સુરત અકસ્માત પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટર પર લખ્યું છે કે,
”સુરત ટ્રક અકસ્માતમાં લોકોના જીવ જવા દુ:ખદ છે. મૃતકોના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. અકસ્માતમાં ઈજાગ્રસ્ત લોકો જલ્દી સ્વસ્થ થાય તે માટે પ્રાર્થના.”
Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the accident in Surat. Rs. 50,000 each would be given to those injured.
— PMO India (@PMOIndia) January 19, 2021
આ સાથે જ PM મોદી તરફથી આર્થિક મદદની જાહેરાત કરવામાં આવી છે. PMOના ટ્વીટર એકાઉન્ટ પર જણાવ્યા મુજબ, અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્તોને 50-50 હજાર રૂપિયાની સહાયતા મળશે. આ પૈસા પ્રધાનમંત્રી નેશનલ રિલિફ ફંડથી આપવામાં આવશે.
જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ફૂટપાથ પર સૂઈ રહેલા નિર્દોષ શ્રમજીવીઓ પર ડમ્પર ફરી વળવાની ઘટનાના કારણે જીવ ગુમાવનારા શ્રમજીવીઓના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. CM રૂપાણીએ આ દુઃખદ ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીના પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે
Ex-gratia of Rs. 2 lakh each from PMNRF would be given to the next of kin of those who have lost their lives due to the accident in Surat. Rs. 50,000 each would be given to those injured.
— PMO India (@PMOIndia) January 19, 2021
બીજી તરફ રાજસ્થાનના CM અશોક ગેહલોતે લખ્યું છે કે, રાજસ્થાનના મજૂરોના ટ્રક અકસ્માતમાં થયેલા મોત પર ખૂબ જ દુ:ખી છું. તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના છે. ઘાયલ લોકોના જલ્દી સ્વસ્થ થવાની કામના કરું છુ.