Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોના કાળમાં 6 વખત દેશને સંબોધિત કરી ચૂક્યાં છે PM મોદી, જાણો ક્યારે શું બોલ્યાં?

કોરોના કાળમાં 6 વખત દેશને સંબોધિત કરી ચૂક્યાં છે PM મોદી, જાણો ક્યારે શું બોલ્યાં?

0
177

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે 6 વાગ્યે દેશને સંબોધિત (PM Modi Address the Nation) કરવાના છે. તેમણે એક ટ્વીટમાં આ અંગેની જાણકારી આપી છે. પોતાના ટ્વીટમાં વડાપ્રધાન મોદીએ (PM Modi Tweet) લખ્યું છે કે, આજે સાંજે 6 વાગ્યે રાષ્ટ્રના નામે સંદેશ આપીશ. તમે જરૂર જોડાજો.

હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, PM મોદી પોતાના સંબોધનમાં (PM Modi Address the Nation) ક્યા મુદ્દા પર વાતચીત કરશે. જો કે એવું મનાય છે કે, તેઓ દેશમાં કોરોના વાઈરસના (Corona Pandemic) સંક્રમણની સ્થિતિ અને ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીને તકેદારીના ઉપાયોને લઈને ચર્ચા કરી શકે છે.

કોરોના વાઈરસના પ્રકોપ બાદ વડાપ્રધાન મોદી અનેક વખત રાષ્ટ્રને સંબોધિત  (PM Modi Address the Nation)  કરી ચૂક્યાં છે. તો ચાલો જાણીએ, માર્ચ મહિનાથી અત્યાર સુધી વડાપ્રધાન મોદીએ કેટલી વખતે રાષ્ટ્રજોગ સંદેશ આપ્યો અને ક્યાં મુદ્દા પર વાત કરી?

19-માર્ચ: એવા સમયે જ્યારે કોરોનાએ દેશમાં પગપેસારો કર્યો હતો, ત્યારે વડાપ્રધાન મોદીએ 19 માર્ચે પોતાના પ્રથમ સંબોધનમાં (PM Modi Address the Nation)  જનતા કરફ્યૂનું એલાન કર્યું હતું. તેમણે લોકોને એક દિવસ માટે ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.

24-માર્ચ: કોરોના કેસને લઈને પોતાના પ્રથમ સંબોધનના 4 દિવસ બાદ 24 માર્ચે વડાપ્રધાન મોદીએ એક વખત ફરીથી દેશની જનતાને સંબોધન (PM Modi Address the Nation) કરવા આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, “કોરોના વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે આજે રાત્રે 12 વાગ્યાથી સમગ્ર દેશમાં 21 દિવસ માટે લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે.”

PM મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, “21 દિવસ સુધી ઘરેથી નીકળવાનું ભૂલી જાવ. જે દેશ કોરોના ગ્રસ્ત છે, તેવા દેશોએ બે મહિનાના અવલોકન બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે કે, કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય છે સોશિયલ ડિસ્ટન્સિંગ. એટલે કે પોતાના ઘરોમાં બંધ રહો, આ સિવાય અન્ય કોઈ માર્ગ નથી.”

3-એપ્રિલ: PM મોદીએ 3 એપ્રિલના રોજ એક વખત ફરીથી દેશને સંબોધન કર્યું હતું. જેમાં કેમણે કોરોના સામે જંગમાં એકજૂટતા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું (PM Modi Address the Nation) હતું કે, “સમગ્ર દેશ એક થઈને જ કોરોના વિરુદ્ધ જંગ લડી શકે છે. કેટલાક લોકો વિચારી રહ્યાં છે કે, કેટલા દિવસ આવી રીતે પસાર કરવા પડશે. મિત્રો આ લૉકડાઉનનો સમય જરૂર છે. આપણે આપણા ઘરમાં જરૂર છીએ, પરંતુ આપણાંમાંથી કોઈ એકલું નથી. 130 કરોડ લોકોની સામુહિક શક્તિ દરેક લોકોની એકતા છે.”

14-એપ્રિલ: પોતાના સંબોધનમાં PM મોદીએ 14 એપ્રિલ સુધી ચાલનાર લૉકડાઉનને 3 મેં સુધી લંબાવવાની જાહેરાત કરી હતી. PM મોદીએ કહ્યું (PM Modi Address the Nation) હતું કે, “સાથીયો…તમામ સૂચનોને ધ્યાનમાં રાખીને એ નક્કી કરવામાં આવ્યું છે કે, ભારતમાં લૉકડાઉનને હવે 3 મેં સુધી લંબાવવું પડશે. એટલે કે, 3 મેં સુધી આપણે સૌ કોઈએ દરેક દેશવાસીઓને લોકડાઉનમાં જ રહેવું પડશે. આ દરમિયાન આપણે નિયમોનું એવી રીતે જ પાલન કરવું પડશે, જેમ અત્યાર સુધી કરતા આવ્યાં છીએ. મારી તમામ દેશવાસીઓને પ્રાર્થના છે કે, હવે કોરોનાને આપણે કોઈ પણ કિંમતે નવા વિસ્તારોમાં ફેલાવવા નથી દેવો.”

આ પણ વાંચો: લાર્સન એન્ડ ટુબ્રોને મળશે દેશની પ્રથમ બુલેટ ટ્રેનનો કૉન્ટ્રાક્ટ, 7 કંપનીઓ હતી રેસમાં

12 મે: કોરોના કાળ દરમિયાન જ્યારે PM મોદી પાંચમી વખત દેશવાસીઓ સમક્ષ હાજર થયા, ત્યારે તેમણે 20 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. PM મોદીએ કહ્યું કે, 20 લાખ કરોડ રૂપિયાનું આ પેકેજ આત્મનિર્ભર ભારત અભિયાનને નવી ગતિ આપશે.

30-જૂન: કોરોના કાળમાં PM મોદીએ 30 જૂનના પોતાના રાષ્ટજોગ સંદેશમાં (PM Modi Address the Nation) અનલૉક-2ને લઈને પોતાની વાતો દેશ સમક્ષ રાખી હતી. તેમણે કહ્યું હતું કે, “અનલૉક બાદ દેખવામાં આવી રહ્યું છે કે, લોકોની બેદરકારી વધી ગઈ છે. જ્યારે આ સખ્તીનો સમય છે. તેમણે ફેસ માસ્કના નિયમો પર ખાસ ભાર મૂક્યો. જાહેર સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત છે. અનલોક બાદ કોરોના મહામારી દરમિયાન લાગૂ કરવામાં આવેલ ગાઈડલાઈનનો લોકો ભંગ કરતાં જોવા મળી રહ્યાં છે. આવું ના થવું જોઈએ.”