Gujarat Exclusive > દેશ-વિદેશ > માત્ર 4 વર્ષમાં જ PM મોદીના પ્રવાસ પાછળ કુલ 517.82 કરોડનો ખર્ચ

માત્ર 4 વર્ષમાં જ PM મોદીના પ્રવાસ પાછળ કુલ 517.82 કરોડનો ખર્ચ

0
138
  • માર્ચ 2015થી લઇને નવેમ્બર 2019 વચ્ચે કુલ 58 દેશોની વિદેશ યાત્રા
  • આ યાત્રાઓ પર કુલ 517.82 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો
  • PM મોદીએ કોરોના સંકટ બાદ વિદેશ પ્રવાસ નથી કર્યો

નવી દિલ્હી : વડાપ્રધાન મોદીએ માર્ચ 2015થી લઇને નવેમ્બર 2019 વચ્ચે કુલ 58 દેશોની યાત્રા (PM Modi 58 foreign country visit) કરી અને આ યાત્રાઓ પર કુલ 517.82 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ જાણકારી મંગળવારના રોજ સંસદમાં આપવામાં આવી. રાજ્યસભાને એક સવાલના લેખિત જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીઘરને એમ પણ જણાવ્યું કે, વડાપ્રધાનની આ મુલાકાતથી દ્રિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના દ્રષ્ટિકોણને વિશે અન્ય દેશોની સમજ વધી તથા સંબંધોમાં પણ મજબૂતી આવી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (રાંકાપા) ની ફૌજિયા ખાન સરકાર પાસેથી જાણવા ઇચ્છતી હતી કે વર્ષ 2015થી આજની તારીખ સુધી વડાપ્રધાને કેટલાં દેશોની મુલાકાત કરી અને આ મુલાકાત પર કેટલો ખર્ચ થયો. તેના જવાબમાં વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરને કહ્યું, “2015થી વડાપ્રધાને 58 દેશોની યાત્રા કરી. આ યાત્રાઓ પર કુલ 517.82 કરોડ રૂપિયા ખર્ચ થયો.”

આ પણ વાંચો: હવે RBIની દેખરેખ હેઠળ રહેશે કો-ઓપરેટિવ બેંક, બિલને સંસદની મંજૂરી

(PM Modi 58 foreign country visit)

વિદેશ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, “વડાપ્રધાનની વિદેશ યાત્રાઓ (PM Modi 58 foreign country visit) દરમ્યાન તેમના દ્વારા કરવામાં આવેલ પારસ્પરિક વિચાર-વિમર્શોથી દ્રિપક્ષીય, ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર ભારતના દ્રષ્ટિકોણને વિશે અન્ય દેશોની સમજ વધી છે અને આ વાર્તાઓથી વેપાર અને રોકાણ, ટેક્નોલોજી, દરિયાઇ સહયોગ, અંતરિક્ષ, રક્ષા સહયોગ અને લોકો વચ્ચે પરસ્પર સંપર્કો સહિત અનેક ક્ષેત્રોમાં તેમની સાથે સંબંધ મજબૂત થયા છે.”

તેઓએ જણાવ્યું કે, “સંબંધોમાં આવેલી આ મજબૂતીએ અમારા આર્થિક વિકાસને પ્રોત્સાહન આપવા અને અમારા નાગરિકોની ભલાઇ માટે ભારતના રાષ્ટ્રીય વિકાસ એજન્ડામાં યોગદાન આપ્યું છે.” મુરલીધરને કહ્યું કે, ભારત હવે જળવાયુ પરિવર્તન, આંતરરાષ્ટ્રી ગુના અને આતંકવાદ, સાયબર સુરક્ષા અને પરમાણુ અપ્રસાર સહિત બહુપક્ષીય સ્તર પર વૈશ્વિક એજન્ડાને મૂર્તરૂપ આપવા માટે વધી ચઢીને યોગદાન આપી રહેલ છે અને આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ અને હોનારત સ્થિતિસ્થાપક માળખા માટે ગઠબંધન જેવા વૈશ્વિક મુદ્દાઓ માટે વિશ્વને પોતાની અનન્ય પહેલની રજૂઆત કરી રહ્યું છે.

(PM Modi 58 foreign country visit)

નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંકટ બાદથી વિદેશ પ્રવાસ (PM Modi 58 foreign country visit) નથી કર્યો. ફેબ્રુઆરીમાં યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ કોઈ મોટા વિદેશી નેતાની મુલાકાત નથી કરી. કોરોના કાળ બાદ પીએમ મોદી વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વિદેશી નેતાઓ સાથે સંપર્કમાં હતાં. આ સાથે જ તેઓએ અનેક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં પણ ભાગ લીધો છે. આ જ અઠવાડિયે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંયુક્ત રાષ્ટ્રમાં સંબોધન કરવાનું છે કે જે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા જ થશે.

વિદેશ મંત્રાલય દ્વારા સંસદમાં જણાવવામાં આવ્યું કે, કોરોના સંકટ દરમિયાન ભારતે અનેક દેશોને મદદ કરી છે. કુલ 150 દેશોને દવાઓ, તબીબી ઉપકરણોની સહાય પૂરી પાડવામાં આવી છે. આ સાથે જ ચીન સહિત 80 દેશોને 80 કરોડની ગ્રાન્ટ પણ આપવામાં આવી છે. આ સમય દરમિયાન ભારતને જાપાન, અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઇઝરાઇલ તરફથી પણ મદદ મળી છે.

આ પણ વાંચો: વડોદરામાં રસ્તા પર 3000ની ભીડ એકત્રિત, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા