Gujarat Exclusive > દેશ-વિદેશ > PM Mann Ki Baat: સાવચેતી રાખવા, જવાનો માટે દિવો પ્રગટાવવા અપીલ

PM Mann Ki Baat: સાવચેતી રાખવા, જવાનો માટે દિવો પ્રગટાવવા અપીલ

0
64
  • PMએ કહ્યું- તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો
  • ખરાબ સ્થિતિમાં પણ સેન્સ ઓફ હ્યુમર જાળવી રાખોઃ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ મન કી બાત (PM Mann Ki Baat) કાર્યક્રમમાં તહેવારોની સીઝનમાં દેશવાસીઓને કોરોના સામે ચાવચેતી અને સરહદે તૈહેનાત જવાનો માટે એક દિવો પ્રગટાવવાની અપીલ કરી છે.

PM મોદીએ પોતાના રેડિયો પર પ્રસારિત માસિક મન કી બાત (PM Mann Ki Baat) કાર્યક્રમમાં સોમવારે લોકોને દશેરાની શુભેચ્છા પાઠવી હતી. મોદીએ જણાવ્યું કે દશેરા સંકટોપર જીતનો પર્વ છે. અસત્ય પર સત્યની જીતનો પર્વ છે.

આ પણ વાંચોઃ આકાશને આંબી રહી છે ડુંગળીની કિંમત! સરકાર શું કરી રહી છે; કેવી રીતે ભાવ પર કાબૂ મેળવાશે?

વડાપ્રધાન મોદીએ ફરી એક વાર કહ્યું કે અત્યારે તહોવારોની સીઝન આવવાની છે. તે દરમિયાન લોકો ખરીદી કરશે. પરંતુ ખરીદી દરમિયાન લોકો વોકલ ફોરનો સંદેશ યાદ રાખે.

એટલે સ્થાનિક અને સ્વદેશી સામાન ખરીદે. PM Mann Ki Baatમાં વડાપ્રધાને જણાવ્યું કે નાગરિકો દેશના જવાનોને વિજ્યાદશીમની શુભેચ્છા આપે અને આ વખતે દિવાલીએ એક દિવો સરહદે તહેનાત સૈનિકોના નામે પ્રગટાવે. તેમણે ફરી અપીલ કરી કે તહેવારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે.

વડાપ્રધાન મોદી (PM Mann Ki Baat)એ કહ્યું કે, આપણે એ જાંબાજ સૈનિકોને યાદ રાખવા જોઇએ, જે આ તહોવારોમાં પણ સરહદે તહેનાત છે. ભારતમાતાની સેવે અને સુરક્ષા કરી રહ્યા છે.આપણે તેમને યાદ કરીને જ તહેવારો મનાવવા જોઇએ.

આપણે ઘરમાં એક દિવો, ભારતમાતાના એ વીર પુત્ર-પુત્રીઓના સન્માનમાં પણ પ્રગટાવવાનું છે. હું આપણા વીર જવાનોને પણ કહેવા માંગુ છું કે તમે ભલે દેશની સરહદો પર છો. છતાં સમગ્ર દેશ તમારી સાથે છે. તમારા માટે કામના કરી રહ્યો છે. હું એ પરિવારોને પણ નમન કરું છું. જેમના પુત્ર-પુત્રીઓ આજે સરહદ પર છે.

બોડી ફ્રેન્ડલી ખાદીની મેક્સિકોમાં પણ ધૂમ

વડાપ્રધાન મોદીએ ખાદીનો ઉલ્લેખ કરતા કહ્યું (PM Mann Ki Baat)કે ખાદી આપણી સરળતાની ઓળખ છે. પરંતુ આપણી ખાદી આજે ઇકો ફ્રેન્ડલ તરીકે ઓળખાય છે, જે બોડી ફ્રેન્ડલી પણ છે. તેમણે કહ્યું મેક્સિકોના ઓહાકા શહેરમાં ખાદી ઓહાકા ખાદી તરીકે જાણીતી છે.

આ પણ વાંચોઃ દશેરાના પર્વે સંઘ પ્રમુખ બોલ્યા- ‘ભારતના આક્રમક વલણથી ચીન ચિંતિત’

પીએમ મોદીએ જણાવ્યું કે ઓહાકાનો માર્ક બ્રાઉન નામનો એક યુવક ગાંધીજીથી એટલો પ્રભઆવિત થયો કે તેણે મેક્સિકોમાં જઇ ખાદી પર કામ કરવાનું શરુ કરી દીધું.

સરદાર પટેલનું સેન્સ ઓફ હ્યુમર PM Mann Ki Baat

વડાપ્રધાન મોદીએ લોહપુરુષ સરદાર પટેલને યાદ કરતા તેમના સેન્સ ઓફ હ્યુમરની વાત કરી. તેમણે કહ્યું કે, જરા એ લોહપુરુષની છબીની કલ્પના કરો. જે રાજા-રજવાડાથી વાત કરી રહ્યા હતા અને જનઆંદોલનનું મેનેજમેન્ટ કરી રહ્યા હતા.

તેની સાથે તેમનું સેન્સ ઓફ હ્યુમર સંપૂર્ણ રંગમાં રહેતો હતો. મતલબ કે સ્થિતિ ગમે તેટલી ખરાબ હોય વ્યક્તિએ તેનું સ્નેસ ઓફ હ્યુમર જીવિત રાખવું જોઇએ.

ekbharat.gov વેબસાઇટ જોવાનો આગ્રહ

વડાપ્રધાને કહ્યું કે આપણો દેશ એક છે, પરંતુ એવી તાકાતો પણ જે આપણા મનમાં શંકાઓ જન્મવે છે. દેશે આવા લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. તેથી દેશની એક્તાનો પ્રચાર-પ્રસાર કરતી ekbharat.gov વેબસાઇટ લોકોએ જોવી જોઇએ.

આ પણ વાંચોઃ રાજનાથ સિંહનો ચીનને સખ્ત સંદેશ, કોઈને એક ઈંચ જમીન પણ નહી લેવા દે ભારતીય સેના

બાળકોના અભ્યાસમાં પુલવામાની ભૂમિકા

વડાપ્રધાન મોદી (PM Mann Ki Baat)એ કહ્યું જમ્મુ-કાશ્મીરનો પુલવામા સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓના અભ્યાસમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે. તેમાં કાશ્મીર ખીણ દેશભરની પેન્સિલ-સ્લેટની 80 ટકા માગ પૂરી કરે છે. તેમાં પુલવામાની ભૂમિકા મહત્વની છે.

એક સમયે પેન્સિલની લાકડી આપણે વિદેશોમાંથી મંગાવવી પડતી હતી. પરંતુ પુલવામા આપણને આ મામલે આત્મનિર્ભર બનાવી રહ્યો છે.