Gujarat Exclusive > યુથ > મનોરંજન > જામિયાના વાયરલ વીડિયોને લાઇક કરીને ફસાઇ ગયો ખેલાડી, કરવી પડી સ્પષ્ટતા

જામિયાના વાયરલ વીડિયોને લાઇક કરીને ફસાઇ ગયો ખેલાડી, કરવી પડી સ્પષ્ટતા

0
1108

મુંબઇઃ નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શનોની આગ હવે દિલ્હીમાં ફેલાતી જોઇ શકાય છે. જ્યાં એક તરફ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને પોલીસ પર ક્રૂર કાર્યવાહીનો આરોપ લગાવ્યો છે. તો કેટલાક લોકો કહે છે કે પ્રદર્શન દરમિયાન પોલીસ અને ભીડ વચ્ચે ટક્કર થઇ હતી. જામિયાનો વીડિયો વાયરલ થતા બોલિવુડ ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે લાઇક કર્યો હતો.

વીડિયોની વાત કરીએ તો આ વીડિયો જામિયા પરિસરનો છે, જ્યાં અચાનક વિદ્યાર્થીઓની વચ્ચે અફળાતફળી મચી ગઇ હતી. વીડિયોમાં એક વિદ્યાર્થીની બોલી રહી છે કે, દિલ્હી પોલીસ અમને ગાળો બોલી રહી છે, તે સાથે વીડિયોમાં વિદ્યાર્થીઓ આમ તેમ દોડી રહ્યો છે. અક્ષય કુમારથી આ વીડિયો લાઇક થઇ ગયો હતો. જેના કારણે અક્ષયની ઘણી ટીકા કરવામાં આવી રહી છે.

જો કે અક્ષય કુમારે આ વીડિયોને લાઇક કરવી તેને ભૂલ ગણાવી હતી. ત્યાર બાદ અક્ષયે ટ્વિટ કરીને સ્પષ્ટતા કરતા કહ્યું કે, જામિયાનો આ વીડિયો ને ટ્વિટ સ્ક્રોલ કરતી વખતે ભૂલથી લાઇક થઇ ગયો હતો. હું આ પ્રકારના કૃત્યોનું સમર્થન કરતો નથી, મેં તરત જ આ વીડિયોને અનલાઇક કરી દીધો હતો.

અક્ષયની સ્પષ્ટતા બાદ ઘણા લોકોને તેને સપોર્ટ કરી રહ્યાં છે, તો ઘણાં લોકો તેનો વિરોધ કરી રહ્યો છે. એક યૂઝરે લખ્યું કે, તમારે સ્પષ્ટતા કરવાની કોઇ જરૂર નથી. અમને તમારી પર વિશ્વાસ છે. તો બીજા એક યૂઝર્સે કહ્યું કે, વિદેશીઓનું દેશમાં આગ લગાવવાનું કામ છે. સોશિયલ મીડિયા પર #BoycottCanadianKumar અને #ISupportAkshay ટોપ ટ્રેન્ડિંગમાં બનેલા છે.

Miss World 2019: ભારતીય સુંદરી બની સેકન્ડ રનરઅપ, મેળવ્યો મિસ વર્લ્ડ એશિયાનો ખિતાબ