Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રમશે ગુજરાત: આજથી ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન શરૂ, અધધ ઇનામો રહેશે

રમશે ગુજરાત: આજથી ખેલ મહાકુંભમાં રજીસ્ટ્રેશન શરૂ, અધધ ઇનામો રહેશે

0
1
  • દેશમાં ગુજરાત સ્પોર્ટ્સ હબ તરીકે ઉભરી રહ્યું છે

ગાંધીનગર: આ વર્ષે કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેલમહાકુંભ યોજાશે. આજે ગુજરાતમાં ઓલમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓનું આયોજન થઇ શકે તે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપ થઇ રહ્યું છે.

તે પહેલા વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું આયોજન છે. ગુજરાતમાં વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સ ક્ષેત્રે તૈયાર થાય તે જરૂરી છે. ખેલ મહાકુંભમાં આજથી રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે. જેમાં અધધ 30 કરોડના ઇનામો, વિવિધ 29 રમતો માટે રાખવામાં આવ્યા છે.

દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પેશ્યલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યુ છે. જેથી તેમણે પણ સ્પોર્ટ્સ કારકિર્દીનો લાભ મળશે. ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવી શકાય છે.

ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યુ કે, ખેલ મહાકુંભ એ માત્ર રમત નથી પરંતુ રમત-ગમત કૌશલ્ય નિર્માણનું માધ્યમ છે. તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેવેલી ખેલ મહાકુંભની મુહીમ આજે નવા આયામો સાકાર કરી રહી છે. ખેલ મહાકુંભના પગલે રાજ્યના ખેલાડીઓ વૈશ્વિક કક્ષાએ પોતાનું કૌશલ્ય ઝળકાવી શક્યા છે.

2010માં યોજાયેલા ખેલમહાકુંભમાં ભાગ લેવા માટે સાડા સોળ લાખ જેટલા રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ગુજરાતના યુવાનો-રમતવીરોને અપીલ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આઝાદીના અમૃત વર્ષે ખેલમહાકૂંભમાં 75 લાખ રસ્ટ્રેશનનું લક્ષ્ય છે. આઝાદીના અમૃત મહોત્સવ વર્ષે ગુજરાતના કિશોર, તરૂણ, યુવાનો નાના મોટા સૌ અને રમતવીરો આ ખેલમહાકૂંભના મહત્તમ ભાગીદાર બને એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું. ખેલમહાકૂંભના આ કર્ટેન રેઝર અવસરે મુખ્યમંત્રીએ દેશના સ્વાતંત્રવીરોમાંથી–મહાપુરુષોમાંથી ફીટનેસની પ્રેરણા લેવાનો પણ અનુરોધ કર્યો હતો. સ્વસ્થ રાજ્યના નિર્માણ માટે ખેલમહાકૂંભ જેવા આયોજનો સહાયરૂપ બનશે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat