Gujarat Exclusive > દેશ-વિદેશ > સરકાર વેચે તે પહેલા Air Indiaમાં ઘમાસાણ, પાઇલટ યુનિયનની ડાયરેક્ટરને હટાવવાની માંગ

સરકાર વેચે તે પહેલા Air Indiaમાં ઘમાસાણ, પાઇલટ યુનિયનની ડાયરેક્ટરને હટાવવાની માંગ

0
127

કેન્દ્ર સરકાર એર ઈન્ડિયામાં પોતાની બધી જ ભાગીદારી વેચવાની પ્રક્રિયામાં લાગી ગઈ છે. આને લઈને કંપનીઓ પાસે બોલી પણ લેવામાં આવી છે. આ વચ્ચે એર ઈન્ડિયાના પાયલોટ યૂનિયને એરલાઈનના કોમર્શિયલ ડાયરેક્ટર પર મોટો આરોપ લગાવ્યો છે.

એર ઈન્ડિયાની પાયલટ યૂનિયન-ઈન્ડિયન પાયલટ્સ ગિલ્ડ (આઈપીજી) અને ઈન્ડિયન કોમર્શિયલ પાયલટ્સ એસોસિએશન (આઈસીપીએ) દ્વારા એરલાઈન્સની કોમર્શિયલ ડાયરેક્ટર મીનાક્ષી મલિકને પદ્દ પરથી હટાવવાની માંગ કરી છે. પાયલટ યૂનિયનનું કહેવું છે કે, મલિકે કર્મચારીઓના ગઠબંધનના હેડના રૂપમાં એરલાઈન્સ માટે બોલી લગાવી છે. એવામાં ‘હિતોની ટકરાવ’ની સ્થિતિ બને છે, તેથી મલિકને પદ પરથી હટાવવા જોઈએ.

એર ઇન્ડિયાના અધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બંસલને લખેલા પત્રમાં પાયલોટ યુનિયનોએ જણાવ્યું છે કે તે હકીકત સામે આવી છે કે મેનેજમેન્ટ કર્મચારીઓના ગઠબંધને એર ઈન્ડિયાના વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ માટે બોલી આપી છે. પત્રમાં જણાવાયું છે કે, તે મહાગઠબંધનનું નેતૃત્વ મલિક કરે છે. પત્રમાં જણાવાયું છે કે તે હિતોના સંઘર્ષનો મામલો છે. મલિક અને અન્ય મહત્વપૂર્ણ મેનેજમેન્ટ સ્ટાફ બિડરોને આ પદ પરથી હટાવવા જોઈએ.

મીનાક્ષી મલિકે શું જવાબ આપ્યો: આ આરોપો પર મિનાક્ષી મલિકનો પણ જવાબ આવ્યો છે. મલિકે કહ્યું કે, તે પહેલા જ પોતાને વિનિવેશ પર બોર્ડની બેઠકથી અલગ થઈ ચૂકી છે અને હાલમાં એરલાઈન્સના પ્રતિદિવસના કામકાજ જ જોઈ રહ્યાં છે. મલિકે કહ્યું, “મેં 30 નવેમ્બરે ચેરમેન અને નિર્દેશક મંડળને પત્ર લખીને જણાવ્યું હતું કે, હું બોલીમાં ભાગ લઈ રહી છું. એવામાં જ્યારે પણ વિનિવેશથી સંબંધિત બોર્ડની બેઠક થશે, હું તેમાં હાજર રહીશ નહીં.”

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9