Gujarat Exclusive > દેશ-વિદેશ > નીલ આર્મસ્ટ્રોન્ગને ચંદ્ર ઉપર પહોંચાડના પાયલટ માઈકલ કોલિંસનું અવસાન

નીલ આર્મસ્ટ્રોન્ગને ચંદ્ર ઉપર પહોંચાડના પાયલટ માઈકલ કોલિંસનું અવસાન

0
26

અમેરિકી અંતરિક્ષયાત્રી માઈકલ કૉલિંસનું 28 એપ્રિલ, 2021ના રોજ અવસાન થયું છે. તેમની ઉંમર 90 વર્ષની હતી. સમગ્ર વિશ્વ તેમને અપોલો-11 મિશન માટે ઓળખતું હતું. ઉલ્લેખનીય છે કે, અપોલો-11 મિશનના ચંદ્ર પરના ઉતરાણ બાદ જ નીલ આર્મસ્ટ્રોન્ગે ચંદ્રની સપાટી પર પહેલો પગ મુક્યો હતો અને ત્યાર બાદ બઝ એલ્ડ્રિન ઉતર્યા હતા.

માઈકલ કૉલિંસનો એક માત્ર ઉદ્દેશ્ય એ જ હતો કે, અપોલો-11ને સફળતાપૂર્વક ચંદ્રની સપાટી પર ઉતારે અને ત્યાર બાદ નીલ અને બઝને લઈને ધરતી પર પાછા આવી શકે. નીલ અને બઝ અપોલો-11માંથી નીકળીને જે મોડ્યુલમાં ચંદ્ર સુધી પહોંચ્યા હતા તેનું નામ ધ ઈગલ હતું. તે ત્રણેય માટે ચંદ્રની મુસાફરી સરળ નહોતી.

યાત્રા શરૂ થઈ કે તરત જ ધરતી સાથેનો રેડિયો સંપર્ક તૂટી ગયો હતો. ત્યાર બાદ કોમ્પ્યુટરમાં ગ્લિચ આવી ગયું હતું અને ધ ઈગલનું ઈંધણ પણ ખૂટી રહ્યું હતું. આ મિશન પૂરૂ કરવા માટે 40,000થી વધારે લોકોએ પોતાની મહેનત અને સમયનું યોગદાન આપ્યું હતુ. નાસા એક્ટિંગ એડમિનિસ્ટ્રેટર સ્ટીવ જુરસિકે માઈકલ કૉલિંસના અવસાન પર આજે વિશ્વએ એક સાચો અંતરિક્ષયાત્રી ખોઈ દીધો તેમ કહ્યું હતું.

નીલ અને બઝ ચંદ્ર પર ફરી રહ્યા હતા ત્યારે માઈકલ યાન સાથે ચંદ્રના ચક્કર કાપી રહ્યા હતા. સ્ટીવના કહેવા પ્રમાણે માઈકલના કારણે જ નીલ અને બઝ ધરતી પર સુરક્ષિત પાછા આવી શક્યા હતા. માઈકલના પૌત્રએ જણાવ્યું કે, તેમના દાદાજી ખૂબ જ બહાદૂરીથી કેન્સર સામેની લડાઈ લડ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat