Gujarat Exclusive > દેશ-વિદેશ > 2 પાકિસ્તાની પાઇલટ્સે ઊડતી રકાબી જોવાનો દાવો કરતા, તેમની જ ઊડવા લાગી મજાક

2 પાકિસ્તાની પાઇલટ્સે ઊડતી રકાબી જોવાનો દાવો કરતા, તેમની જ ઊડવા લાગી મજાક

0
179

PIAના પાઇલટ્સે કહેવાતા UFOનો વીડિયો બનાવી વાયરલ કરતા ભરાઇ ગયા

કરાચીઃ પાકિસ્તાનના બે પાઇલટ્સે (PIA pilots UFO)આકાશમાં બે ઊડતી રકાબી જોવાનો અને તેનો વીડિયો પણ બનાવ્યાનો દાવો કર્યો. પરંતુ તેમના દેશમાં જ સોશિયલ મીડિયા પર તેમની મજાક ઊડવા લાગી છે.

જિયો ન્યૂઝના રિપોર્ટ મુજબ શનિવારે PIAની ફ્લાઈટ નંબર PK-304 કરાચીથી લાહોર જઈ રહી હતી. જેમાં બે પાઇલટ્સ હતા. સાંજે લગભગ ચાર વાગ્યે અચાનક તેમણે આકાશમાં એક ભારે સફેદ રોશનીનો ગોળો (PIA pilots UFO) જોયો. જે ઝડપથી જગ્યા બદલી રહ્યો હતો.

આ પણ વાંચોઃ ઓહ નો! સમગ્ર વિશ્વમાં માત્ર 112 લોકો જ કરે છે આ નોકરી, તેમાં એક જ ભારતીય

ઘટના પાક.ના રહીમયાર ખાન વિસ્તારની

પાઇલટ્સની નજર તેની પર ગઈ. તેમણે તેનો વિડિયો બનાવવાનો શરૂ કર્યો.પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો. આ કથિત ઉડતી રકાબી (PIA pilots UFO) રહીમ યાર ખાન વિસ્તારમાં જોવા મળી.

સોશિયલ મીડિયા પર બન્યા મીમ્સ

આ ઘટના અંગે ઘણા પ્રકારની અટકળો પણ ચાલી રહી છે. આ બધાની વચ્ચે સોશિયલ મીડિયા પર આ અંગે મીમ્સ પણ બની રહ્યાં છે, લોકો આ ઘટનાની મજાક ઉડાવી રહ્યાં છે. કોઈએ કહ્યું કે, રાફેલ વિમાનોને જોઈ લીધા હશે અને તેને UFO સમજી બેઠા.

અમુક ટ્વિટર યુઝર્સનું કહેવું છે કે વાસ્તવમાં તો પાકિસ્તાનમાં એલિયન આવ્યા હતા અને ઈમરાન ખાને તેની પાસે લોન માંગી તો ભાગી ગયા.

પાઇલટ્સના નામ બહાર આવ્યા નથી

વિડિયો બનાવનાર પાઇલટ (PIA pilots UFO)ના નામ બહાર આવ્યા નથી. તેમણે કહ્યું કે, એ વખતે સુરજનો પ્રકાશ વધુ હતો. તેમ છતા UFO ચમકી રહી હતી. સામાન્ય રીતે દિવસમાં આટલું ન ચમકી શકે. બની શકે છે કે આ કોઈ સ્પેશ સ્ટેશન અથવા આર્ટિફિશિયલ પ્લેનેટ હોય. આ વિસ્તારના અમુક લોકોએ પણ આ UFO જોઈ હોવાનો દાવો કર્યો છે.

એરલાઈન્સ કંપનીએ કહ્યું કે, અમે ચોક્કસ ન કહી શકીએ કે આ UFO હતી. કંઈ બીજું પણ હોઈ શકે. પાઇલટ્સે તાત્કાલિક તેની જાણ કંટ્રોલ રૂમને કરી હતી.

આ પણ વાંચોઃ અમેરિકા: 232 વર્ષના ઈતિહાસમાં જેનેટ યેલેન બન્યા પ્રથમ મહિલા નાણામંત્રી

શું છે UFOની વાસ્તવિક્તા?

આકાશમાં ઉડતી ગોળ આકારની વસ્તુઓને સામાન્ય રીતે ઉડતી રકાબી અથવા UFO કહેવાય છે. ઘણા દાયકાથી આ બધા વિશે દાવા કરાતા રહ્યાં છે. વિજ્ઞાની પણ તેની હાજરી અંગે એકમત નથી.

ઘણા લોકો તો એવો પણ દાવો કરે છે કે આ UFO અન્ય અથવા એ ગ્રહોથી આવે છે જ્યાં કોઈ રૂપમાં માણસ અથવા એલિયન્સની હાજરી છે. પુરતા પુરાવા ક્યારેય સામે આવ્યા નથી.

અમેરિકાએ પ્રોજેક્ટ બનાવ્યો હતો PIA pilots UFO news

હિસ્ટ્રી ચેનલના જણાવ્યા પ્રમાણે, અમેરિકન સરકારે 1947થી 1969ના વચ્ચે પ્રોજેક્ટ બ્લૂ બુક હેઠળ તેની તપાસ પણ કરાવી હતી. જો કે, તેનો રિપોર્ટ ક્યારેય જાહેર નહોતો કરાયો.

ગત વર્ષે પેન્ટાગોને બે UFO સ્પોટ કર્યાનો દાવો કર્યો હતો

એપ્રિલ 2020માં અમેરિકન સંરક્ષણ વિભાગ પેન્ટાગોને દાવો કર્યો હતો કે તેને બે UFO સ્પોટ કર્યા છે. અમેરિકાના નેવાડા રાજ્યમાં એક સુરક્ષિત અને એટલું જ ગુપ્ત લોકેશન છે. જેને એરિયા-51 કહેવાય છે. તેને US એરફોર્સનું સ્ટેશન પણ કહેવાય છે. અમુક લોકો દાવો કરે છે કે આ જગ્યાએ ઉડતી રકાબી અને એલિયન્સ સાથે જોડાયેલા ઘણા રહસ્યો છે.

આ પણ વાંચોઃ જૂનાગઢના કોમેડિયન મુનવ્વર ફારૂકીની જામીન અરજી મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ફગાવી

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9