Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > પીઆઈ માટે લાગ્યા ‘હિન્દૂઓ કા શેર’ના નારા: માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

પીઆઈ માટે લાગ્યા ‘હિન્દૂઓ કા શેર’ના નારા: માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા

0
217

સુરત: કોરોના સમયે સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં કરનારા, માસ્ક નહીં પહેરનારાઓ સામે પાલિકા અને પોલીસ કાર્યવાહી કરતી હોય છે, જોકે જેના પર જવાબદારી છે તે પાલિકા કે પોલીસના અધિકારીઓ જ આ નિયમનું પાલન નહીં કરે તો તેમનું શુ કરવું? તે એક સવાલ છે. સુરતના લિંબાયત પોલીસ મથકના પીઆઈ વિનોદ મકવાણા (PI Vinod Makwana)નો એક વિડીયો હાલ વાઇરલ થયો છે, જેમાં તેઓ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવતા હોય તેવું દેખાય રહ્યું છે. સાથે જ માસ્કનો પણ તેમને ઉપયોગ કર્યો નથી.

સુરતના લિંબાયત પોલીસ મથકના પીઆઈ ફરી વિવાદમાં આવ્યા છે. કોરોના સમયે કોરોના વોરિયર બની લોકો પાસે નિયમોનું પાલન કરાવનાર પીઆઈ વિનોદ મકવાણા (PI Vinod Makwana)એ જાતે જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા છે. તેમનો એક વિડીયો હાલ વાઇરલ થયો છે, જેમાં તેઓ કોઈ મંદિરે જઈ રહ્યા છે, તેમની આજુબાજુ અનેક લોકો છે, જેમને તો માસ્ક પહેર્યું છે, પરતું મકવાણા (PI Vinod Makwana)એ માસ્ક પહેર્યું નથી. આમ માસ્ક પહેર્યા વગર લોકોના ટોળામાં ફરતા દેખાય રહ્યા છે.

આ પણ વાંચો: રત્નકલાકારનું રત્ન જેવું કામઃ મંદીમાં નવ લાખના હીરા પરત કર્યા

મહત્વનું છે કે આજે મકવાણા (PI Vinod Makwana) રિટાયર થઈ રહ્યા છે, જેને પગલે તેમના વિસ્તારના લોકોએ તેમનું અભિવાદન કર્યું હતું. બીજી મહત્વની વાત એ પણ છે કે લોકો તેમના માટે ‘હિન્દૂઓ કા શેર આયા’ની નારે બાજી પણ કરી રહ્યા હતાં. ત્યારે ફરજ દરમિયાન આ પ્રકારની હરકત સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે. કારણ કે સામાન્ય લોકો પાસેથી નિયમોનું પાલન નહીં કરવા બદલ દંડ અને પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવે છે તો પછી અધિકારીઓ સામે કેમ કાર્યવાહી કરવામાં આવતી નથી.