અમદાવાદ: રાજ્યના અમદાવાદ સહિત 4 મેટ્રો સિટીની નીચલી કોર્ટોમાં આજથી પ્રત્યક્ષ સુનાવણીની શરૂઆત થશે. કોરોના વાઈરસના વધતા જતા સંક્રમણને જોતા ગત 26 માર્ચથી કોર્ટમાં ફિઝિકલ સુનાવણી બંધ કરીને માત્ર વીડિયો કોન્ફરન્સ થકી જ સુનાવણી થઈ રહી હતી. ગુજરાત હાઈકોર્ટમાં પણ ટૂંક સમયમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થવાની શક્યતા છે. Gujarat Lower court
અગાઉ ગુજરાત હાઈકોર્ટે વડોદરા, સુરત, રાજકોટ અને સુરતમાં માઈક્રો કન્ટેમનમેન્ટ વિસ્તાર બહાર આવેલી નીચલી કોર્ટમાં 1લી માર્ચ 2021થી ફિઝિકલ સુનાવણી શરૂ કરવાનો નિર્દેશ કર્યો હતો. જો કે તેના માટે કોરોનાથી બચાવની તમામ ગાઈડલાઈનનું ફરજિયાત પાલન કરવું પડશે. હાઈકોર્ટના પરિપત્ર પ્રમાણે, રાજ્યના 4 મેટ્રો સિટીમાં આવેલી સેશન્સ કોર્ટ સહિત નીચલી અદાલતોમાં રેગ્યુલર ફિઝિકલ સુનાવણી સવારના 10:45 થી સાંજના 6:10 વાગ્યે સુધી હાથ ધરવામાં આવશે. Gujarat Lower court
આ પણ વાંચો: આજથી કોરોના વૅક્સીનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ, રાજ્યના 60 લાખ સિનિયર સિટિઝનોને અપાશે રસી Gujarat Lower court
કોર્ટો શરૂ થયા પહેલા કોર્ટ સંકુલોને સ્વચ્છ કરીને સેનેટાઈઝ કરી દેવામાં આવી છે. કોર્ટના વહીવટી વિભાગ તરફથી પણ સૂચના આપવામાં આવી છે કે, માસ્ક પહેર્યા વગર કોઈપણ વકીલ કે સ્ટાફના લોકોને કોર્ટમાં હાજરી આપવામાં આવશે નહી. કોર્ટમાં પ્રવેશવાના માર્ગ પર તમામને ફરજિયાત પ્રમાણે થર્મલ સ્ક્રીનિંગથી શરીરનું તાપમાન ચેક કરાવવાનું રહેશે. આ ઉપરાંત કોર્ટ કેન્ટિનમાં મળતા ગરમ નાસ્તા અને અન્ય ખાદ્ય પદાર્થની જગ્યાએ માત્ર ચા-કોફી કોલ્ડ્રિંક અને પેકેજ ફૂડ જ મળશે. Gujarat Lower court