Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કોરોનાના કારણે હાલ જન્મ-મરણના ફીઝીકલ પ્રમાણપત્ર આપવાની પ્રથા મોકૂફ

કોરોનાના કારણે હાલ જન્મ-મરણના ફીઝીકલ પ્રમાણપત્ર આપવાની પ્રથા મોકૂફ

0
30
  • ઓનલાઇન સીસ્ટમ ગોઠવીને ટૂંકસમયમાં જાહેર કરવાની સરકારની જાહેરાત

  • 1લી એપ્રિલથી 31 જુલાઇ સુધીના જન્મ-મરણની નોંધણીમાં વિલંબિત નોંધણી ફી જતી કરાઇ

ગાંધીનગર: કોરોનાની મહામારીને ધ્યાનમાં લઇને જન્મ કે મરણના દાખલા માટે હવે કોઇ સ્વજને લાઇનમાં ઊભા રહેવું નહીં પડે તે માટે ટૂંકસમયમાં ઓનલાઇન સીસ્ટમ ઊભી કરવામાં આવશે. આ સીસ્ટમ મારફતે જન્મ કે મરણ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તે માટે મોબાઇલ ફોન ઉપર એસ.એમ.એસ.થી આ અંગેની લીંક શરૂ કરાશે. આ લીંક મારફતે જન્મ કે મરણનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાય તેવી વ્યવસ્થા ટૂંકસમયમાં અમલી બનાવવામાં આવશે.

તેમ જ કોરોના સંક્રમણ ના ફેલાય તે માટે મહાનગરો અને નગરપાલિકાઓમાં હાલમાં ફીઝીકલ પ્રમાણપત્ર આપવાની પ્રથા કામચલાઉ ધોરણે મોકૂફ રાખવામાં આવી હોવાની જાહેરાત રાજયના આરોગ્ય કમિશનર તથા મુખ્ય રજિસ્ટ્રાર ( જન્મ-મરણ) જયપ્રકાશ શિવહરે દ્રારા કરવામાં આવી છે.

કોવિડ 19ની વૈશ્વિક મહામારીના કારણે હાલમાં સમગ્ર રાજયમાં કોવિડ 19ના કેસોમાં અસામાન્ય વધારો થયો છે. લોકો દ્વારા તેમજ સ્થાનિક સ્વરાજયની કેટલીક સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે.

રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગે સરકારી કચેરીઓમાં 30મી એપ્રિલ સુધી 50 ટકા સ્ટાફ સાથે કામ કરવા સૂચના આપી છે. આવી પરિસ્થિતિના કારણએ જન્મ-મરણ નોંધણી કરાવવાની જેની જવાબદારી કાયદાથી નક્કી કરાઇ છે.

તેઓ 21 દિવસની નિયત સમય-મર્યાદામાં જન્મ મરણ કે મુત જન્મના બનાવની નોંધણી કરાવી શકતા નથી. આમ તેઓએ નિયત સમયમર્યાદા બાદ જન્મ-મરણ નોંધણી અધિનિયમ 13 હેઠળ વિલંબિંત નોંધણી કરાવવી પડે છે. જેના માટે નિયત લેઇટ ફી, નોટરી પબ્લીક/ રાજય સરકારે અધિકુત કરેલા કોઇ અધિકારી સમક્ષ સોંગદનામું કરવાનું રહે છે.

સ્ટેમ્પ પેપર લેવામાં, સોંગદનામું કરવામાં ઘણા બધા લોકો હોમ કવોરોન્ટાઇન, આઇશોલેસન, કન્ટેઇન્મેન્ટ ઝોનમાં હોવાના કારણે તથા 50 ટકા સ્ટાફ સાથે કચેરીઓ ચાલુ રાખવાની સૂચના હોવાથી સામાન્ય લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

જેથી ખાસ સંજોગો ધ્યાને લાતં 22 દિવસતી વધુ પરંતુ 365 દિવસ સુધી મોડી નોંધણીની જે જોગવાઇ છે. તેમાં છૂટ આપવામાં આવે છે. તા.1લી એપ્રિલથી 31 જુલાઇ સુધીમાં બનેલા, બનનારા જન્મ, મરણ અને મુત જન્મના બનાવોની નોંધણી માટે એફીડેવીટ કરવામાંથી મુક્તિ તેમ જ વિલંબિત નોંધણી ફી જતી કરવાનો સરકાર દ્રારા નિર્ણય કરવામાં આવ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat