Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > વર્ષ 2020-21 માટે સરકારે PF પર વ્યાજદર 8.5 ટકા યથાવત રાખ્યો

વર્ષ 2020-21 માટે સરકારે PF પર વ્યાજદર 8.5 ટકા યથાવત રાખ્યો

0
164

આ વખતે શ્રીનગરમાં EPFOના સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં વ્યાજદરનો લેવાયો નિર્ણય

શ્રીનગરઃ મોદી સરકારે વર્ષ 2020-21 માટે PF પર વ્યાજ દર(PF interest rate)8.5 ટકા યથાવત રાખ્યો છે. કોરોના સંકટ બાદ કેન્દ્રીય ભવિષ્ય નિધિ સંગઠન EPFO પીએફના વ્યાજદરમાં ઘટાડો કરશે, તેવી સંભાવના હતી. પરંતુ આજે શ્રીનગરમાં ઇપીએફઓના સેન્ટ્રલ સ્ટડીઝની મળેલી બેઠકમાં પીએફ વ્યાજદર યથાવત રાખવાનો નિર્ણય લેવાયો. જેથી લાખો કર્મચારીઓને રાહત મળી છે.

ગત વર્ષે EPFOએ વ્યાજદર ઘટાડી 7 વર્ષના નીચલાસ્તરે મૂકી દીધો હતો. તેમાં પણ પહેલા બોર્ડે કહ્યું હતું કે 2019-20 માટે પીએફ વ્યાજ (PF interest rate) 8.5 ટકા અપાશે. પરંતુ પાછળથી 31 માર્ચે પુરા થતા નાણા વર્ષ માટે પીએફ વ્યાજ બે ભાગમાં આપવાની જાહેરાત કરી હતી. પરંતુ પાછળથી વિરોધ બાદ નિર્ણય બદલ્યો હતો. આ વખતે સંગઠનના સેન્ટ્રલ બોર્ડ ઓફ સ્ટડીઝની બેઠક શ્રીનગરમાં મળી હતી. તેનું નેતૃત્વ શ્રમમંત્રી સંતોષ ગંગવારે કર્યું હતું.

આ પણ વાંચોઃ પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટી શકે છેઃ આખરે મોદી સરકાર ટેક્સ ઘટાડવા તૈયાર

ગત વર્ષે બે ભાગમાં વ્યાજ આપવાની વાત હતી

2019-20 માટે PF પર જે વ્યાજ દર (PF interest rate)હતા તે 2012-13 બાદના સૌથી નીચલા સ્તરે હતા. સરકારે નાણાકીય વર્ષ 2019-20 માટે 8.5% વ્યાજ આપવાનો નિર્ણય કર્યો હતો, જે સાત વર્ષમાં સૌથી ઓછો હતો. તેના એક વર્નાષ પહેલાં એટલે 2011-12માં સૌથી નીચો 8.3 ટકાનો વિયાજદર હતો. નાણા વર્ષ 2018-19માં EPF અથવા PF પર 8.65% વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું.

વર્ષ 2011-12માં સૌથી નીચો વ્યાજદર

  • 2010-11 – 9.5
  • 2011-12 – 8.3
  • 2012-13 – 8.5
  • 2013-14 – 8.8
  • 2014-15 – 8.8
  • 2015-16 – 8.8
  • 2016-17 – 8.7
  • 2017-18 – 8.6
  • 2018-19 – 8.7
  • 2019-20 – 8.5
  • 2020-21 – 8.5

આ પણ વાંચોઃ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી 25 રૂપિયાનો વધારો, અમદાવાદમાં 819 રૂપિયામાં મળી રહ્યો છે બાટલો

કમ્પાઉન્ડિંગના આધારે ડિપોઝિટ પર વાર્ષિક વ્યાજ

નવા નિયમના અનુસાર, સેલરી મેળવનાર લોકોએ તેમના વેતન અને મોંઘવારી ભથ્થાની 12% રકમ PF ખાતામાં ફાળો કરવો જરૂરી છે. નોકરીદાતા પણ કર્મચારીના PF ખાતામાં સરખુ યોગદાન આપે છે. જો કે, કંપનીનો હિસ્સો બે હિસ્સામાં વહેંચવામાં આવે છે. તેમાંથી 8.33% પેન્શન સ્કીમમાં જાય છે. તેમજ બાકીનો હિસ્સો PF ખાતામાં જાય છે. PF અકાઉન્ટમાં યોગદાન કરવામાં આવેલા ફાળા પર કમ્પાઉન્ડિંગના આધારે વાર્ષિક વ્યાજ મળે છે.

PFના વ્યાજ પર પણ હવે ટેક્સ…..

બજેટ 2021-20માં EPFમાંથી મળતા વ્યાજ પર ટેક્સની જાહેરાત કરવામાં આવી હતી. બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે, એક નાણાકીય વર્ષમાં 2.5 લાખ સુધી EPFમાં રોકાણ ટેક્સ ફ્રી હશે. તેનાથી વધારે રોકાણ કરવા પર એડિશનલ અમાઉન્ટ પર ઈન્ટ્રેસ્ટથી થતી આવક પર ટેક્સ લાગશે.

એટલે કે જો તમે 3 લાખ રૂપિયા વાર્ષિક ડિપોઝિટ કરો છો તો 50 હજાર પર વ્યાજથી જે આવક થશે તેના પર તમારા ટેક્સ સ્લેબના દરથી ટેક્સ લાગશે. અત્યાર સુધી વ્યાજની આવક સંપૂર્ણપણે કરમુક્ત હતી.

આ પણ વાંચોઃ અર્થતંત્ર પુન: પાટા પર! GST કલેક્શન સતત પાંચમાં મહિને 1 લાખ કરોડને પાર

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat