પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલ-ડીઝલની તુલના પાડોશી દેશોના કેરોસીન સાથે કરી
નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવા વધવા અંગે સરકારે વિચિત્ર જવાબ (Petroleum Minister reply) આપ્યો છે. પાડોશી દેશો શ્રીલંકા અને નેપાળ કરતા ભારતમાં પેટ્રોલની કિંમતો વધુ શા માટે છે? તે અંગે સંસદમાં પેટ્રોલિયમ મંત્રી આપેલા જવાબથી હસવું આવી જશે.
દેશમાં છેલ્લા બે મહિનાથી સતત થોડા-થોડા સમયના અંતરે પેટ્રોલિયમ પેદાશોના ભાવોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે એક વર્ષમાં માત્ર 50 દિવસ ભાવોમાં ફેરફાર થયા છે.
આ પણ વાંચોઃ 3 દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, હજુ વધવાની સંભાવના
પાડોશી દેશો સાથે ભાવોની તુલના અસંગત
ધર્મેન્દ્ર પ્રધાને રાજયસભામાં બુધવારે ઇંધણના ભાવ વધારા અંગેના પ્રશ્નોનો જવાબ (Petroleum Minister reply)આપ્યો હતો. તેમણે પાડોશી દેશો સાથે ભારતની કિંમતોની તુલનાને અસંગત ગણીવી છે. સાથે પેટ્રોલના ભાવો ઓલ ટાઇમ હાઇ હોવાનો પણ તેમણે ઇનકાર કર્યો.
સીતાના દેશ નેપાળ અને રાવણના દેસ શ્રીલંકા સાથે તુલના
સમાજવાદી પાર્ટીને સાંસદ વિશંભર પ્રસાદ નિષાદે પેટ્રોલિયમ મંત્રીને પુછ્યું હતું કે
“સીતા માતાની ધરતી નેપાળમાં પેટ્રોલ-ડીઝલ ભારત કરતા સસ્તું છે. રાવણના દેશ શ્રીલંકામાં પણ કિંમતો ભારત કરતા ઓછી છે. તો રામના દેશમાં સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરશે?”
પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેના જવાબમાં જણાવ્યું હતું કે આ દેશો સાથે ભારતની તુલના કરવાનું ખોટું છે. ત્યાં સમાજના થોડા લોકો તેનો ઉપયોગ કરે છે. જ્યારે કેરોસીનના ભાવોમાં ભારત અને આ દેશોમાં બહુ તફાવત છે. બાંગ્લાદેશ, નેપાળમાં કેરોસની આશરે 57થી 59 રૂપિયામાં મળે છે. જ્યારે ભારતમાં તેની કિંમત રૂ. 32 પ્રતિ લીટર છે.
આ પણ વાંચોઃ ખાનગીકરણને લઈને શું છે સરકારની રણનીતિ? 300થી વધુ સરકારી કંપનીઓ સમેટાઈ જશે!
દરમિયાન કોંગ્રેસના સાંસદ કેસી વેણુગોપાલે પુછ્યું હતું કે Petroleum Minister reply
“દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો ઓલટાઇમ હાઇ છે. પણ ક્રૂડના ભાવો સર્વોચ્ચ સપાટીએ નથી. મારા દેશમાં પેટ્રોલ 100 રૂપિયાની આસપાસ પહોંચી ગયું છે. એક્સાઇઝ ડ્યૂટી કેટલી વાર વધારવામાં આવી છે?”
સરકારે ટેક્સના રેટ ધ્યાનથી હેન્ડલ કરવા પડે છેઃ મંત્રી
જવાબમાં ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઇંધણની કિંમતો ઓલ ટાઇમ હાઇ હોવાની વાત અસંગત છે. કારણ કે આજે આંતરરાષ્ટ્રીય ક્રૂડના ભાવ 61 ડોલર પ્રતિ બેરલ ચાલી રહ્યો છે. આજે અમને ટેક્સના મામલા બહુ ધ્યાનથી હેન્ડલ કરવા પડે છે. તો સવાલ એ છે કે મનમોહનની સરકારમાં ક્રૂડ સર્વોચ્ચ સપાટીએ 106 ડોલર પ્રતિ બેરલ હતું ત્યારે પેટ્રોલના ભાવ 76 રૂપિયે થતાં ભાજપે હોબાળો કેમ કર્યો હતો?
2011ના ભાજપના હોબાળાનો આ વીડિયો જુઓ
ये 2011 की बाइट है पेट्रोल डीज़ल की बढ़ती क़ीमत पर। https://t.co/4IpZ9AMYFr pic.twitter.com/nVMOCHtC8Z
— Umashankar Singh उमाशंकर सिंह (@umashankarsingh) February 10, 2021
Pતેમણે સૌથી વિચિત્ર વાત તો એક કહી કે છેલ્લા 300 દિવસોમાં માત્ર 60 દિવસ એવા છે. જેમાં ઇંધણના ભાવો વધારવામાં આવ્યા. તેમાં પેટ્રોલની કિંમતો 7 દિવસ ઘટાડવામાં આવી અને ડીઝલના ભાવો 21 દિવસ ઘટાડાયા. તેથી આશરે 250 દિવસ એવા છે. જેમાં ભાવોમાં કોઇ તફાવત કરાયો નહીં.