Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકોઃ 30 અને 25 પૈસા વધાર્યા

સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકોઃ 30 અને 25 પૈસા વધાર્યા

0
65

છેલ્લા 10 દિવસમાં પેટ્રોલ 83.94 રૂપિયાથી 85.36 પૈસા થઇ ગયું

નવી દિલ્હી/અમદાવાદઃ પેટ્રોલ-ડીઝલના ભાવોમાં સતત બીજા દિવસે ભાવવધારો (Petrol price rises) ઝીંકાઇ ગયો. સાથે મોદી સરકારે નફ્ફટાઇ પૂર્વક કહી દીધું કે અમે કંઇ કરી શકીએ નહીં. આ ભાવો ઓઇલ કંપનીઓ નક્કી કરે છે. પેટ્રોલ-ડીઝલમાં ગઇકાલના 35 પૈસાના વધારા બાદ આજે ગુરુવારે પણ અનુક્રમે 30 અને 25 પૈસાનો વધારો કરી દેવાયો.

ગુરુવારે ભાવવધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ રેકોર્ડ 87.60 અને ડીઝલ 77.73 રૂપિયા પ્રતિ લીટર થઇ ગયું. મુંબઇમાં પેટ્રોલ 94.12, ડીઝલ 84.63, ચેન્નાઇમાં 89.96 અને 82.90 થઇ ગયા. જ્યારે કોલકાતામાં પેટ્રોલ 88.92 અને ડીઝલ 81.31 રૂપિયાના ભાવના ધથઇ ગયા.

આ પણ વાંચોઃ શ્રીલંકા-નેપાળ કરતા ભારતમાં કેમ પેટ્રોલ મોંઘું? જોઇ લો મોદી સરકારનો જવાબ

ડીઝલ 10 દિવસમાં વધીને 84.28 રૂપિયાનું થયું

છેલ્લા 10 દિવસમાં પેટ્રોલમાં મૂળ ભાવ વધારો 1.42 રૂપિયાનો થઇ ગયો છે. ગત બે ફેબ્રુઆરીએ પેટ્રોલ 83.94ના ભાવનું હતું. જ્યારે ડીઝલમાં 1.56 રૂપિયાનો વધારો થયો. ગત બે ફેબ્રુઆરીએ ડીઝલનો ભાવ 82.69 રૂપિયા હતો.

અમદાવાદમાં પેટ્રોલનો ભાવ વધીને 85.18 રૂપિયા અને ડીઝલનો કંપનીના ભાવ મુજબ 83.97 થઇ ગયો. તેમાં લોકલ બોડી ટેક્સ ઉમેરાતા પેટ્રોલ 85.36 અને ડીઝલ 84.28 રૂપિયાના થયા.

રાજ્યના ચાર મહાનગરોના આજના ભાવ

શહેર                   પેટ્રોલ         ડીઝલ

    • અમદાવાદ           85.36      84.28
    • સુરત                     85.23      84.18
    • વડોદરા                 85.04      83.96
    • રાજકોટ                 85.01      83.95
(નોંધઃ ભાવ લોકલ બોડી સહિતના છે)

આ પણ વાંચોઃ 3 દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, હજુ વધવાની સંભાવના

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડમાં વધારો જળવાઇ રહેતા ભારતમાં પણ આવનારા સમયમાં તેની અસર વર્તાતી રહેશે અને હજુ પેટ્રોલિયમ પેદાશો મોંઘી થવાની સંભાવના છે. માટે થોડા મહિનાઓમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર પહોંચી જાય તો નવાઇ નહીં.

તેલ કંપનીઓએ ત્રણ દિવસ બાદ ફરી વધારો શરુ કરવા માંડ્યો છે. લંડનનું બ્રેન્ટ ક્રૂડ 60 ડોલર પ્રતિ બેરલ પહોંચી જતાં આશરે પખવાડિયા પછી ભારતમાં લોકો પર કમરતોડ ભાવ વધારો (Petrol Diesel Price)ઝિંકાઇ જવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં ભાવ વધારાની અસર ભારતીય બાસ્કેટમાં 20-25 દિવસ પછી પડે છે. તેથી આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલ વધુ મોંધુ થવાની શક્યતા છે.

સાઉદી અરબે ઉત્પાદન ઘટાડતા અસર 

સાઉદી અરેબિયાએ ક્રૂડનું ઉત્પાદન ઘટાડતા દેશમાં ભાવ વધારાની અસર જેવા મળી રહી છે. ઉપરાંત સરકાર પેટ્રોલ-ડીઝલ પર કોઇ રાહત આપવા તૈયાર નથી. વધુમાં બજેટમાં પણ બંને ઇંધણમાં કૃષિ ઇન્ફ્રા સેસ લગાવી દીધુ છે. સામે સરકારનું કહેવું છે કે એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી સેસની ભરપાઇ કરી દેશે. તેથી ગ્રાહકો પર સેસની અસર પડશે નહીં. પરંતુ હજુ સુધી તે અંગે કોઇ જાહેરાત થઅ નથી. બીજી બાજુ ઓઇલ કંપનીઓ સતત વધારો કરી રહી છે.

ઘણા શહેરોમાં તો પેટ્રોલ 90 રૂપિયાને પાર છે. હવે સેન્ચુરી ફટકારવાની તૈયારીમાં છે. નોંધનીય છે કે માત્ર 29 રૂપિયાવાળુ પેટ્રોલ ભારતમાં આટલું મેંઘુ થવા પાછળનું કારણ તેના પર મોદી સરકારે ઠોકી બેસાડેલો રૂપિયા 53નો કમરતોડ કર છે.

આ પણ વાંચોઃ ખાનગીકરણ પર સવાલ: સરકારી કંપનીઓએ 36,709 કરોડનો નફો આપ્યો

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat