Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > પેટ્રોલમાં 35 તો ડીઝલમાં 37 પૈસાનો વધારો, શાકભાજીના ભાવ આકાશમાં

પેટ્રોલમાં 35 તો ડીઝલમાં 37 પૈસાનો વધારો, શાકભાજીના ભાવ આકાશમાં

0
75

બે દિવસના વિરામ બાદ આજે 27 ઓક્ટોબર 2021ના રોજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઈલ કંપનીઓ IOC, HPCL અને BPCLએ બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.

ઓઈલ કંપનીઓએ પેટ્રોલમાં 35 પૈસા અને ડીઝલના ભાવમાં 37 પૈસા પ્રતિ લીટરનો વધારો કર્યો છે. રાષ્ટ્રીય રાજધાનીમાં એક લિટર પેટ્રોલની કિંમત 107.94 રૂપિયા થઈ ગઈ છે અને આ દરમિયાન ડીઝલનો ભાવ હવે 96.67 રૂપિયા પ્રતિ લિટર છે.

ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 104.80 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 104.41 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 120.15 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 111.01 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે, પેટ્રોલ-ડીઝલ સહિત દેશભરમાં જીવન જરૂરિયાતની તમામ ચીજ-વસ્તુઓ મોંઘી થઈ રહી છે. શાકભાજી સહિત ખાણી-પીણીની બધી જ વસ્તુઓના ભાવમાં ધરખમ વધારો થઈ ગયો છે. વર્તમાનમાં ટામેટા સહિત દરેક લીલી શાકભાજીના ભાવ પ્રતિ કિલોએ 80 રૂપિયાથી વધારે થઈ ગયો છે. કદાચ એક મોટી સાઇઝનું ટામેટું તમને 25 રૂપિયામાં પડી શકે છે.

હાલમાં સફરજ અને લીલી શાકભાજીના ભાવ એક સમાન થઈ ગયા છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆત અને શિયાળામાં શાકભાજીના ભાવ ઓછા રહેતા હોય છે. તે ઉપરાંત કઠોળ અને ખાદ્ય તેલના ઉચકાતા ભાવ વચ્ચે ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે.

દેશના 4 મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના નવા ભાવ આ મુજબ છે

દિલ્હીમાં પેટ્રોલ રૂ. 107.94 અને ડીઝલ રૂ. 96.67 પ્રતિ લીટર
મુંબઈમાં પેટ્રોલ રૂ. 113.80 અને ડીઝલ રૂ. 104.75 પ્રતિ લીટર
ચેન્નાઈ પેટ્રોલ રૂ. 104.83 અને ડીઝલ રૂ. 100.92 પ્રતિ લીટર
કોલકાતા પેટ્રોલ રૂ. 108.45 અને ડીઝલ રૂ. 99.78 પ્રતિ લીટર

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat