નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતથી જ પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજસ્થાનના ગંગાનગરમાં પ્રીમિયમ પેટ્રોલ 101 રૂપિયે લીટર વહેચાઇ રહ્યુ છે, જ્યારે પેટ્રોલની કિંમત પણ 98 રૂપિયા પર પહોચી ગઇ છે. અમદાવાદમાં પણ પેટ્રોલ 84 રૂપિયા લિટર વહેચાઇ રહ્યુ છે. Petrol Price
દિલ્હીની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો થયો છે. આ વધારા બાદ દિલ્હીમાં પેટ્રોલ 86.30 રૂપિયે વહેચાઇ રહ્યુ છે. આ મહિનાના 27 દિવસમાં માત્ર 10 દિવસ જ પેટ્રોલની કિંમતમાં વધારો થયો છે પરંતુ આ દરમિયાન પેટ્રોલનો ભાવ 2.59 રૂપિયા પ્રતિ લિટર વધી ગયો છે. આ સિવાય ડીઝલના ભાવમાં પણ 2.35 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.
દરરોજ 6 વાગ્યે બદલાઇ જાય છે કિંમત
મહત્વપૂર્ણ છે કે દરરોજ સવારે છ વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગુ થઇ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઇઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય વસ્તુ જોડ્યા બાદ તેનો ભાવ ડબલ થઇ જાય છે. વિદેશી મુદ્રા દર સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમત શું છે, તેના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. Petrol Price
આ પણ વાંચો: મુંબઇગરા માટે Good news: બે દિવસમાં જ 95% લોકલ ટ્રેનો પાટા પર દોડવા લાગશે
આ માનકોના આધાર પર પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ રોજ નક્કી કરવાનું કામ તેલ કંપનીઓ કરે છે. ડીલર પેટ્રોલ પંપ ચલાવનારા લોકો છે. તે ખુદ છુટક કિંમતો પર ગ્રાહકોને અંતમાં કર અને પોતાના માર્જિન જોડ્યા બાદ પેટ્રોલ વેચે છે. પેટ્રોલ રેટ અને ડીઝલ રેટમાં આ કોસ્ટ પણ જોડાય છે. Petrol Price
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો કેટલો છે ભાવ
પેટ્રોલ-ડીઝલની કિંમત તમે SMS દ્વારા પણ જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, તમારે RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલવાનો રહેશે. દરેક શહેરનો કોડ અલગ-અલગ છે. જે તમને IOCLની વેબસાઇટ પર મળી જશે.