Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 100ને પાર, લોકોમાં ભારે રોષ

ભાવનગરમાં પેટ્રોલનો ભાવ રૂપિયા 100ને પાર, લોકોમાં ભારે રોષ

0
85

રાજ્યમા ભાવનગરમાં પેટ્રોલના ભાવ 100 રુપિયાની સપાટીએ આવી પહોંચ્યા છે. જો કે, પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો વધારો થયો હતો. ભાવનગરમા પેટ્રોલપંપ પર લીટરે રુપિયા 100.22 પહોંચ્યા છે. જ્યારે ડીઝલનો ભાવ 98.34 પહોચ્યો હતો.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ભાવનગરમાં આજે પેટ્રોલના ભાવમાં 29 પૈસાનો વધારો થતાની સાથે આ ભાવ રુ.100.22 પૈસા થઇ ગયો છે. જ્યારે પેટ્રોલનો ભાવ અમદાવાદમાં 98.65 પૈસા, ગાંધીનગરમાં 98.85 પૈસા, રાજકોટમાં 98.42 પૈસા, વડોદરામાં 98.32 પૈસા, જામનગરમાં 98.57 પૈસા અને જુનાગઢમાં 99.25 પૈસા છે. સુરતમાં 98.66 પૈસા થયો છે. જ્યારે દરેક સ્થળે પાવર પેટ્રોલનો ભાવ 103ની ઉપર થયો છે.

બીજી મે બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવ સતત વધતા રહ્યા છે. જો કે હમણા તો પેટ્રોલના ભાવમાં અઠવાડિયામાં પાંચ દિવસ વધે છે. આના કારણે પેટ્રોલ વધુ મોંઘુ પુરવાર થઇ રહ્યું છે. જો કે 64 દિવસ દરમિયાન પેટ્રોલના ભાવમાં રુપિયા 11નો અને ડિઝલના ભાવમાં 10 રુપિયાનો વધારો થયો છે. પેટ્રોલ અને ડિઝલના ભાવ અંગે લોકોમાં આક્રોશ છે.

ભાવનગર જિલ્લામાં પેટ્રોલના ભાવો વધતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. લોકોનું કહેવું છે કે, સરકાર પેટ્રોલના ભાવ નિયંત્રણમા લાવે નહિતર મોંઘવારી માજા મુકશે અને વર્તમાન સમયમાં કોરોનાના કારણે લોકો મુશ્કેલી અનુભવે છે. નાના ગરીબ વર્ગના લોકોને જીવન જીવવું ખુબ જ મુશ્કેલ બન્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat