Gujarat Exclusive > આપણી જરૂરિયાત > પેટ્રોલ-ડીઝલ પણ GSTના દાયરામાં આવશે, 17 સપ્ટેમ્બરે લખનઉંમાં GST કાઉન્સિલની બેઠક

પેટ્રોલ-ડીઝલ પણ GSTના દાયરામાં આવશે, 17 સપ્ટેમ્બરે લખનઉંમાં GST કાઉન્સિલની બેઠક

0
96

નવી દિલ્હી: આવતા વર્ષે દેશમાં 5 રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકાર મોટો નિર્ણય લઇ શકે છે. સુત્રો અનુસાર, સરકારે ‘એક દેશ-એક ભાવ’ અંતર્ગત પેટ્રોલ-ડીઝલ, પ્રાકૃતિક ગેસ અને એવિએશન ટર્બાઇન ફ્યૂલ (વિમાન ઇંધણ)ને GSTના દાયરામાં લાવવા પર વિચાર શરૂ કર્યો છે.

17 સપ્ટેમ્બરે લખનઉંમાં GST કાઉન્સિલની બેઠકમાં તેની પર ચર્ચા થઇ શકે છે. કોરોના મહામારીના પ્રકોપ બાદથી GST કાઉન્સિલની આ પ્રથમ ફિઝિકલ બેઠક હશે. GST કાઉન્સિલની આ 45મી બેઠકમાં નાણા મંત્રી નિર્મલા સીતારમણ અધ્યક્ષતા કરશે. આ દરમિયાન મંત્રી સમૂહ એક દેશ-એક ભાવના પ્રસ્તાવ પર ચર્ચા કરી શકે છે. બેઠકમાં એક અથવા એકથી વધારે પેટ્રોલિયમ પદાર્થોને GSTના દાયરામાં લાવવા પર વાતચીત થઇ શકે છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટી શકે છે

મંત્રી સમૂહના પ્રસ્તાવ પર GST કાઉન્સિલ મોહર લગાવી દે છે તો પછી દેશના તમામ રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ એક સમાન થઇ જશે. આટલુ જ નહી એક સમાન GSTથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થશે. જોકે, GST કાઉન્સિલ આ પ્રસ્તાવથી સહમત નથી. સૂત્રોનો દાવો છે કે રાજસ્વને જોતા GST કાઉન્સિલના ઉચ્ચ અધિકારી પેટ્રોલિયમ પદાર્થો પર એક સમાન GST લગાવવા તૈયાર નથી.

આ પણ વાંચો: દેશમાં ઘટી રહ્યા છે કોરોનાના કેસ, 30 હજારથી ઓછા કેસ સામે આવ્યા

પેટ્રોલ અને ડીઝલ પર GSTથી થાય છે સૌથી વધુ કમાણી

નાણાકીય વર્ષ 2019-20માં પેટ્રોલિયમ પદાર્થોથી રાજ્ય અને કેન્દ્ર સરકારને 5.55 લાખ કરોડનું રાજસ્વ પ્રાપ્ત થયુ હતુ. જેમાં પેટ્રોલ અને ડીઝલથી સૌથી વધુ રાજસ્વ સરકારોને મળ્યુ. પેટ્રોલ પર કેન્દ્ર સરકાર 32 % તો રાજ્ય સરકાર લગભગ 23.07% ટેક્સ લઇ રહી છે. બીજી તરફ ડીઝલ પર કેન્દ્ર 35 ટકા તો રાજ્ય સરકાર 14%થી વધારેનો ટેક્સ વસૂલ કરી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat