Gujarat Exclusive > દેશ-વિદેશ > “ચૂપચાપ વધી રહી છે પેટ્રોલ-ડીઝલની કિંમતો”- મોદી સરકાર પર વિપક્ષ

“ચૂપચાપ વધી રહી છે પેટ્રોલ-ડીઝલની કિંમતો”- મોદી સરકાર પર વિપક્ષ

0
148

દિલ્હી: કોંગ્રેસ વરિષ્ઠ નેતા અને પ્રવક્તા રણદીપ સિંહ સુરજેવાલાએ મોદી સરકાર પર પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતોને લઈને શાબ્દિક હુમલો કર્યો છે. સુરજેવાલાએ મોદી સરકાર પર નિશાન સાધ્યો અને કહ્યું કે, આ બંને દેશની જનતાને પેટ્રોલિયમ પેદાશો ઉપર એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને રાહત આપવી જોઈએ.

રણદીપ સુરજેવાલાએ આરોપ લગાવ્યો કે, આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતમાં ભારે ઘટાડો આવ્યો હોવા છતાં પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં વધારો કરીને જનતાને લૂટવામાં આવી રહી છે.

કોંગ્રેસ મહાસચિવે કહ્યું, “પાછલા સાઢા છ વર્ષમાં આ સરકારે એક્સાઈઝ ડ્યુટી વધારીને 19 લાખ કરોડ રૂપિયાની કમાણી કરી છે. આજે કાચા તેલની કિંમત 50.96 ડોલર પ્રતિ બેરલ છે. એટલે કાચા તેલની પ્રતિ લીટર કિંમત 23.43 રૂપિયા છે. એવામાં પેટ્રોલ 84.20 રૂપિયા અને ડીઝલ 74.38 રૂપિયા પ્રતિ લીટર કેમ વેચવામાં આવી રહ્યું છે.”

એક અન્ય ટ્વિટમાં સૂરજેવાલાએ લખ્યું, “મોદીજી ના માત્ર પેટ્રોલ-ડીઝલની કિંમત 73 વર્ષમાં ઉચ્ચતમ સ્તર પર છે. સાથે જ સાઢા છ વર્ષમાં તમે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લગાવીને ₹19,00,000 કરોડ દેશવાસીઓના ખિસ્સામાંથી લૂટી લેવામાં આવ્યા છે. મે 2014 પછી મોદી સરકારે ડીજલ પર એક્સાઈઝ 820 ટકા અને પેટ્રોલ પર 258 ટકા વધારી ચૂકી છે. “

સુરજેવાલાએ કહ્યું કે, 26 મે 2014માં મોદીજીએ સત્તા સંભાળી. ત્યારે કાચા તેલ $108/બેરલ એટલે ડોલર-રૂપિયાના ભાવમાં ₹6,330/બેરલ હતો. જે $50.96/બેરલ એટલે ₹3,725.92/બેરલ છે. તે સમયે પેટ્રોલ-ડીઝલની કિંમત ₹71.41 અને ₹55.49/લીટર હતી. આ છે લૂંટનો ખેલ!

સુરજેવાલાએ ટ્વિટ કર્યું કે, મોદી સરકારે મે 2014માં સત્તામાં આવી. ત્યારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી માત્ર ₹9.20/લીટર અને ₹3.46/લીટર હતી. જેમાં મોદી સરકારે પેટ્રોલ પર ₹23.78/લીટર (258%) અને ડીઝલ પર ₹28.37/લીટર (820%)નો વધારો કર્યો. જનતાના ખિસ્સામાંથી લૂટ્યા ₹19,00,000 કરોડ રૂપિયા. આ છે લૂટનો ખેલ.

તમને જણાવી દઈએ કે, મુંબઈમાં પેટ્રોલની કિંમત 90ને પાર પહોંચી ગઈ છે. જ્યારે આપણા ગુજરાતમાં 80ને પાર પહોંચી ગઈ છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9