Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટી શકે છેઃ આખરે મોદી સરકાર ટેક્સ ઘટાડવા તૈયાર

પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટી શકે છેઃ આખરે મોદી સરકાર ટેક્સ ઘટાડવા તૈયાર

0
195

નાણા મંત્રાલયે રાજ્ય સરકારો અને મંત્રાલયો સાથે ઇંધણના ભાવો ઘટાડવા મંત્રણ શરુ કરી

નવી દિલ્હીઃ સમગ્ર દેશના નાગરિકોને ટુંકમાં પેટ્રોલ-ડીઝલના ભાવો (Petrol Diesel Rate)માં રાહત મળી શકે છે. કમરતોડ બોજ નાંખ્યા બાદ આખરે મોદી સરકાર પેટ્રોલિયમ પેદાશો પરનો ટેક્સ ઘટાડવા તૈયાર થઇ છે. રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે સરકારને ટેકસમાં કાપ મૂકવાનું સુચન કર્યું. પછી નાણામંત્રાલય આ અંગે વિચાર કરી રહ્યું છે.

ન્યૂઝ એજન્સીએ મંત્રાલયના સૂત્રોને ટાંકીને આ અહેવાલ આપ્યા છે. જે મુજબ કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટી ઘટાડવાની તૈયારી કરી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને કારણે વિપક્ષ સહિત ચારેબાજુથી સરકાર પર ટીકાનો મારો થઇ રહ્યો છે.

આ પણ વાંચોઃ રસોઇ ગેસ સિલિન્ડરના ભાવમાં ફરી 25 રૂપિયાનો વધારો, અમદાવાદમાં 819 રૂપિયામાં મળી રહ્યો છે બાટલો

નાણામંત્રાલય મંત્રણામાં વ્યસ્ત

રિપોર્ટ મુજબ નાણામંત્રાલયે રાજ્ય સરકારો, ઓઇલ કંપનીઓ અને પેટ્રોલિયમ મંત્રાલયની સાથે મંત્રણા શરુ કરી છે. તેમાં ગ્રાહકોને રાહત આપવાની સાથે સરકારની તિજોરી પર બોજ પણ ન પડે તે અંગે માર્ગ શોધવામાં આવી રહ્યો છે.

ક્યાં સુધી ભાવો ઘટી શકે

મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે પેટ્રોલ-ડીઝલના ભાવો (Petrol Diesel Rate)કઇ રીતે સ્થિર રાખવામાં આવે તે અંગે વિચાર કરવામાં આવી રહ્યો છે. તેના માટે માર્ચના મધ્ય સુધી સરકાર કોઇ નિર્ણય લઇ શકે છે. સરકાર ટેક્સમાં કાપ મૂકતા પહેલાં આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવો સ્થિર થવાની રાહ જોઇ રહી છે. જેથી ભાવિષ્યમાં ટેક્સમાં વધારો કરવાની જરુર ન પડે. દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ટેક્સ અને રાજ્ય સરકારોએ મળીને કોઇ પગલાં લેવા પડશે.

આ પણ વાંચોઃ ભારતમાં મોંઘવારી આઉટ ઓફ કંટ્રોલ! કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સામાન મોંઘોદાટ

RBI ગવર્નરે શું સુચન કર્યું?

રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પણ કહ્યું છે કે સરકારોએ ટેક્સમાં કાપ મૂકવો જોઇએ. અત્યારે પેટ્રોલ-ડીઝલની કિંમતો (Petrol Diesel Rate)માં ટેક્સનો હિસ્સો બહુ મોટો છે. પેટ્રોલના ભાવમાં આશરે 60 ટકા ટેક્સ છે. તેથી 36 રુપિયામાં આવતું પેટ્રોલ ટેક્સને કારણે 90 રુપિયાની આસપાસ થઇ ગયું છે. એટલે કે આશરે 50- 55 રૂપિયા ટેક્સ લાગી રહ્યો છે.

પેટ્રોલિયમ મંત્રીએ હાથ કર્યા હતા

નોંધનીય છે કે થોડા દિવસો પહેલાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પેટ્રોલ-ડીઝલના ભાવોમાં ઘટાડો કરવાનો સ્પષ્ટ ઇનકા કરતા કહ્યું કે સરકાર આ મામલે કંઇ કરી શકે નહીં. કારણ કે ઇંધણના ભાવો ઓઇલ કંપનીઓ નક્કી કરે છે.

વડાપ્રધાને પૂર્વ સરકારોને દોષ આપ્યો

જ્યારે વડાપ્રાન નરેન્દ્ર મોદીએ તો પૂર્વની કેન્દ્ર સરકારો પર આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે જૂની સરકારોએ ક્રૂડ પરની વિદેશી નિર્ભરતા ઓછી કરવાનો કોઇ પ્રયાસ જ ન કર્યો. જેના લીધે આજે પેટ્રોલ-ડીઝલની કિંમતો આસમાને છે. અત્રે એ પણ નોંધનીય છે કે છેલ્લા 6 વર્ષેથી કેન્દ્રમાં ભાજપ નેતૃત્વ હેઠળની સરકાર છે, તો શું તેમણે શું કર્યું એ સવાલ પણ થવા લાગ્યો છે.

આ પણ વાંચોઃ અર્થતંત્ર પુન: પાટા પર! GST કલેક્શન સતત પાંચમાં મહિને 1 લાખ કરોડને પાર

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat