Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > મોંઘવારીની માર…! કોરોના કાળમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો

મોંઘવારીની માર…! કોરોના કાળમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો

0
171

ગુજરાતના ચાર મહાનગરોમાં આજે શું છે પેટ્રોલ-ડીઝલની કિંમત?

અમદાવાદ: એક તરફ કોરોનાએ લોકો પાસેથી તેમના રોજગાર છીનવી લીધા છે. હવે સામાન્ય વર્ગનું જનજીવન પાટા પર આવી રહ્યું છે, ત્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આમ પેટ્રોલ ડીઝલના વધેલા ભાવ મધ્યમ વર્ગના લોકો પર પડ્યા પર પાટું સમાન જેવા છે. અમદાવાદમાં પેટ્રોલના ભાવ 80 પાર પહોંચી ગયા છે. જ્યારે ડીઝલનો ભાવ 80 રૂપિયા નજીક પહોંચ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લે 2018ના વર્ષમાં પેટ્રોલના ભાવ 80 રૂપિયાને પાર પહોંચ્યો હતો.

રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, તેમાં પણ ખાસ કરીને અમદાવાદમાં કોરોનાનાનો રાફડો ફાટ્યો છે. રોજના 300થી વધુ કેસો આવતા શહેરમાં રાત્રી કર્ફ્યુ અમલમાં છે. આ દરમિયાન પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયેલા વધારાએ સામાન્ય વર્ગના લોકો પર પડ્યા પર પાટુ સમાન છે.

છેલ્લા 1 માસ દરમિયાન અમદાવાદમાં પેટ્રોલના ભાવમાં 1.96 રૂપિયા જેટલો વધારો થયો છે, તેની સાથે જ પેટ્રોલના ભાવ 80.80 રૂપિયા જઈ પહોંચ્યો છે. આ અગાઉ ઓક્ટોબર 2018માં પેટ્રોલનો ભાવ 80 રૂપિયાને પર પહોંચ્યો હતો. જ્યારે ડીઝલના ભાવમાં 3.06 રૂપિયા જેટલો જંગી વધારો થયો છે, તેની સાથે જ ડીઝલનો ભાવ 79.25 રૂપિયાએ પહોંચ્યો છે.

 આ પણ વાંચો: ગુજરાત: જાન્યુઆરીમાં જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી

ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિયેશન પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદમાં 4 ડિસેમ્બરની સરખામણીએ રવિવારે પેટ્રોલની કિંમતમાં 27 પૈસાનો વધારો નોંધાયો છે. 5 ડિસેમ્બરના સાંજે પેટ્રોલની કિંમત રાજકોટમાં રૂપિયા 80.65, સુરતમાં રૂપિયા 80.60 જ્યારે વડોદરામાં રૂપિયા 80.15 છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં આવેલી તેજીના કારણે ભાવમાં વધારો

આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી દેશભરમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. બેન્ચમાર્ક ક્રુડનો ભાવ 50 ડોલર પ્રતિ બેરલને નજીક પહોંચી ગયો છે

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9