દેશની સૌથી મોટી ઓઈલ માર્કેટિંગ કંપની Indian Oil Corporation – IOC એ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવ ફરી વધવા લાગ્યા છે. આ સ્થિતિમાં આગામી ફેસ્ટિવલ સિઝનમાં સામાન્ય માણસની મુશ્કેલીઓ વધી શકે છે. કુકીંગ ઓઇલ બાદ હવે ઘણા શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 110-115 રૂપિયા સુધી પહોંચી શકે છે.
ગુજરાતમાં અમદાવાદમાં એક લીટર ડીઝલ 95.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 98.17 રૂપિયા પ્રતિ લીટર છે.
ક્રૂડ ઓઇલ કેમ મોંઘુ થઈ રહ્યું છે?
ન્યૂઝ એજન્સી રોઇટર્સના સમાચાર અનુસાર અમેરિકામાં ક્રૂડ ઓઇલની ઇન્વેન્ટરીમાં મોટો ઘટાડો થયો છે. જો સરળ શબ્દોમાં કહીએ તો અમેરિકામાં ક્રૂડ ઓઇલનો ભંડાર 3 વર્ષના નીચલા સ્તર પર આવી ગયો છે. આનો અર્થ એ થયો કે અમેરિકાએ ઉત્પાદનમાં ઘટાડો કર્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલની માંગ સારી રહે છે તેથી જ ભાવમાં 1 યુએસ ડોલરથી વધુ નો વધારો થયો છે. આગામી દિવસોમાં ક્રૂડ ઓઇલ વધુ મોંઘુ થઇ શકે છે.
વેનેઝુએલામાં ક્રૂડ ઓઇલનો સૌથી મોટો ભંડાર છે. એક રિપોર્ટ અનુસાર, વેનેઝુએલામાં લગભગ 30,230 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ છે. સાઉદી અરેબિયા બીજા નંબરે છે. એવું માનવામાં આવે છે કે તેની પાસે 26,620 કરોડ બેરલ ક્રૂડ ઓઇલનો સ્ટોક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ દેશ અનેક પ્રતિબંધો સામે લડી રહ્યો છે.
ત્રીજા નંબરે કેનેડા છે જેની પાસે અંદાજે 17,050 કરોડ બેરલ ક્રૂડ ઓઇલ છે. ભારત આ યાદીમાં 23 મા ક્રમે છે જેમાં 4495 મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ છે. વેનેઝુએલામાં સૌથી વધુ ક્રૂડ ઓઇલ છે અને દેશની 96 ટકા આવક ક્રૂડ ઓઇલ પર આધારિત છે.
ક્રૂડ ઓઇલના ભાવ તેના ઉત્પાદન પર આધાર રાખે છે. ઘણા દેશોમાં ક્રૂડ ઓઇલ મેળવવું મોંઘું છે પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે નીચા ભાવ છે. આ કિસ્સામાં તે એક મોંઘો સોદો સાબિત થાય છે. કેનેડિયન તેલ ભારે માનવામાં આવે છે અને તેને કાઢવા માટે વધુ ખર્ચ થાય છે. બ્રાઝિલમાં ઓઇલ પર મોટો ટેક્સ લાગે છે જેના કારણે અહીં ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઓછું છે.