Gujarat Exclusive > આપણી જરૂરિયાત > પેટ્રોલ–ડીઝલની કિંમતમાં ફરી ભડકો: ભોપાલમાં 115 ,અમદાવાદમાં 104 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ

પેટ્રોલ–ડીઝલની કિંમતમાં ફરી ભડકો: ભોપાલમાં 115 ,અમદાવાદમાં 104 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલ

0
80

નવી દિલ્હી: પેટ્રોલ અને ડીઝલની કિંમત પોતાના ઉચ્ચતમ સ્તર પર પહોચી ગઇ છે. તેલ કંપનીઓએ આજે ફરી પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો કર્યો છે. આજે સતત ચોથો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને 107.24 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 95.97 રૂપિયા પ્રતિ લીટર થઇ ગઇ છે. મુંબઇ, બેંગલુરૂ, હૈદરાબાદ, જયપુર, પટણામાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા પ્રતિ લીટરની પાર પહોચી ગઇ છે. ચેન્નાઇમાં ડીઝલ 100 રૂપિયા પ્રતિ લીટરે વહેચાઇ રહ્યુ છે.

અમદાવાદમાં પેટ્રોલમાં 34 પૈસાના વધારા સાથે 104 રૂપિયા પ્રતિ લીટરે વહેચાઇ રહ્યુ છે. જ્યારે ડીઝલમાં 38 પૈસાના વધારા સાથે 103.53 રૂપિયા પ્રતિ લીટરે વહેચાઇ રહ્યુ છે.

28 સપ્ટેમ્બરથી અત્યાર સુધી પેટ્રોલની કિંમતમાં 19 વખત વધારો થયો છે જેને કારણે પેટ્રોલ 5.7 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઇ ગયુ છે. જ્યારે 24 સપ્ટેમ્બરથી આજ સુધી ડીઝલ 7 રૂપિયા મોંઘુ થયુ છે. આ દરમિયાન ડીઝલની કિંમતમાં 22 વખત વધારો થયો છે.

પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કમીની કોઇ સંભાવના જોવા મળતી નથી. તેલના પુરવઠા અને માંગના મુદ્દા પર કેન્દ્ર સરકાર કેટલાક તેલ નિયાત દેશો સાથે વાતચીત કરી રહ્યુ છે પરંતુ તેમ છતા પણ તેલની કિંમતમાં રાહતની કોઇ સંભાવના જોવા મળતી નથી. મહત્વપૂર્ણ છે કે 4 મેથી 17 જુલાઇ વચ્ચે પેટ્રોલ 11.44 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 9.14 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઇ ગયુ હતુ.

આ પણ વાંચો: દુબઇ જઇને બોલિવૂડ હસ્તીઓ પાસેથી પૈસા પડાવ્યા, નવાબ મલિકના આરોપનો સમીર વાનખેડેએ આપ્યો જવાબ

દરરોજ સવારે નક્કી થાય છે કિંમત

વિદેશી મુદ્રાના દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતના આધાર પર રોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓની કિંમતની સમીક્ષા બાદ રોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ રોજના સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સંશોધન કર જાહેર કરે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat