Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

સતત સાતમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

0
45

દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ વધી રહ્યા છે. સરકારી તેલ કંપનીઓએ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. આજે પેટ્રોલ 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. ઓક્ટોબરના પહેલા 10 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 2.80 રૂપિયાનો વધારો થયો છે તો આ સાથે જ ડીઝલની કિંમતમાં 3.30 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સ્થાનિક ટેક્સના આધારે કિંમતો રાજ્ય પ્રમાણે અલગ અલગ હોય છે. સતત સાતમા દિવસે પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલમાં 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ઉત્પાદન પ્રતિદિન 0.4 મિલિયન બેરલથી વધુ ન વધારવાનો નિર્ણય કર્યા પછી ઓપેકે 82 ડોલર પ્રતિ બેરલથી ઉપર પહોંચી ગયો છે.

ઉલ્લેખનિય છે કે, જ્યારે કોંગ્રેસની સરકાર સત્તા ઉપર હતી ત્યારે ક્રૂડ ઓઈલનો ભાવ 150 ડોલર પ્રતિ બેરલ હતી. જોકે, તે છતાં પણ પેટ્રોલ-ડીઝલનો ભાવ 70ની આસપાસ રહેતી હતી. જોકે, વર્તમાનમાં સરકાર પેટ્રોલ-ડીઝલ ઉપર ભારે ટેક્સ નાંખીને દેશની જનતાના ખિસ્સા ખાલી કરવાનું કામ કરી રહી છે.

ગુજરાતમાં અમદાવાદમાં એક લીટર ડીઝલ 100.41 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 101.20 રૂપિયા પ્રતિ લીટર છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat