Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > અચ્છે દિન! સતત નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

અચ્છે દિન! સતત નવમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં થયો વધારો

0
99

નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol-Diesel Price)ની કિંમતો પ્રતિદિવસ નવો રેકોર્ડ બનાવી રહી છે. પેટ્રોલ-ડીઝલની કિંમતો દેશના અનેક શહેરોમાં અત્યાર સુધી ઉચ્ચતમ સ્તર પર પહોંચી ચૂકી છે. જણાવી દઈએ કે, પાછલા નવ દિવસોથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધી રહી છે. દેશના અનેક હિસ્સાઓમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યો છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત આજે 89.54 છે અને ડીઝલની પ્રતિ લીટર કિંમત 79.95 રૂપિયા છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત વધીને 96.00 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 86.98 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. આજે ગુજરાતમાં પણ પેટ્રોલમાં 29 પૈસાનો વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. પાછલા ત્રણ દિવસથી ગુજરાતમાં પેટ્રોલની કિંમત 86.38 રૂપિયા ઉપર સ્થિત હતી. જે આજે 86.49 રૂપિયાએ પહોંચી ગઈ છે. ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત એક સરખી થવાની તૈયારીમાં છે. આજે ગુજરાતમાં ડિઝલની કિંમતમાં 38 પૈસાના વધારો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે, તે સાથે તેની કિંમત 85.83 રૂપિયાએ પહોંચી ગઇ છે.

પ્રતિદિવસ 6 વાગે બદલાય છે કિંમત

પેટ્રોલ અને ડીઝલની કિંમતો પ્રતિદિવસ સવારે 6 વાગે બદલાય છે. સવારે 6 વાગ્યાથી નવા ભાવ લાગું થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમીશન અને અન્ય ચીજો ઉમેર્યા પછી આનો ભાવ લગભગ બે ગણો થઈ જાય છે. વિદેશી કરન્સીના ભાવો સાથે આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધાર પર પ્રતિદિવસ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ફેરફાર થાય છે.

જણાવી દઈએ કે, જ્યારે આંતરાષ્ટ્રીય સ્તરે 21 ડોલર પ્રતિ બેરલ મળી રહ્યો હતો, ત્યારે પણ ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો 80 રૂપિયાની આસપાસ રહી હતી. તે વખતે સરકાર પોતાની તિજોરી ભરવાનું કામ કરી રહી હતી. હવે જ્યારે આંતરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલનો ભાવ પ્રતિ બેરલ 61 ડોલરે પહોંચ્યો છે તો પણ સરકારે પોતાની તિજોરી ભરવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો નથી. નિષ્ણાતોના મતે આવનારા દિવસોમાં આંતરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતમાં હજું પણ વધવાની છે, તેવામાં ભારતવાસીઓએ ખતરનાક મોંઘવારી માટે તૈયાર રહેવું જોઈએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat