Gujarat Exclusive > આપણી જરૂરિયાત > પેટ્રોલ-ડીઝલના ભાવ 23 દિવસથી નથી વધ્યા, પરંતુ રેકોર્ડ હાઇ પર છે કિંમત

પેટ્રોલ-ડીઝલના ભાવ 23 દિવસથી નથી વધ્યા, પરંતુ રેકોર્ડ હાઇ પર છે કિંમત

0
108

નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના ભાવ સોમવારે એટલે કે 9 ઓગસ્ટ 2021માં કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. આ સતત 23મો દિવસ છે જ્યારે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ તેલના ભાવમાં કોઇ બદલાવ કર્યો નથી. અંતિમ વખતે બદલાવ 17 જુલાઇએ થયો હતો જ્યારે પેટ્રોલ 30 પૈસા લીટર મોંઘુ થયુ હતુ. તે દિવસે ડીઝલમાં કોઇ બદલાવ થયો નહતો. જે અઠવાડિયે ઓપેક દેશોએ ઓગસ્ટમાં તેલ ઉત્પાદન વધારવા પર સહમતિ વ્યક્ત કરી હતી, તે અઠવાડિયા બાદથી તેલના ભાવમાં સ્થિરતા છે. જોકે, આ બીજી વાત છે કે દેશમાં તેલના ભાવ પોતાના રેકોર્ડ હાઇસ્તર પર ચાલી રહ્યા છે.

દેશના લગભગ 19 રાજ્યમાં પેટ્રોલ 100 રૂપિયા પ્રતિ લીટરની પાર વહેચાઇ રહ્યુ છે. બીજી તરફ ડીઝલ પણ મોટાભાગના શહેરમાં 80થી 100 રૂપિયા પ્રતિ લીટરના દાયરામાં છે.

પેટ્રોલ-ડીઝલના ભાવ

દિલ્હી: પેટ્રોલ- ₹101.84 પ્રતિ લીટર; ડીઝલ- ₹89.87 પ્રતિ લીટર
મુંબઇ: પેટ્રોલ- ₹107.83 પ્રતિ લીટર; ડીઝલ- ₹97.45 પ્રતિ લીટર
કોલકાતા: પેટ્રોલ- ₹102.08 પ્રતિ લીટર; ડીઝલ- ₹93.02 પ્રતિ લીટર
ચેન્નાઇ: પેટ્રોલ- ₹102.49 પ્રતિ લીટર; ડીઝલ- ₹94.39 પ્રતિ લીટર
બેંગલુરૂ: પેટ્રોલ- ₹105.25 પ્રતિ લીટર; ડીઝલ- ₹95.26 પ્રતિ લીટર
ભોપાલ: પેટ્રોલ- ₹110.20 પ્રતિ લીટર; ડીઝલ- ₹98.67 પ્રતિ લીટર
અમદાવાદ: પેટ્રોલ- ₹98.67 પ્રતિ લીટર; ડીઝલ- ₹96.84 પ્રતિ લીટર

આ પણ વાંચો: હાર્ટ એટેકથી બચવા માટે આ 8 વાત પર રાખો ધ્યાન

દેશમાં દરરોજ સવારે 6 વાગ્યે તેલના ભાવ રિવાઇઝ કરવામાં આવે છે કારણ કે ક્રૂડ ઓઇલની કિંમત અને વિદેશી મુદ્રાના દરના હિસાબથી દેશમાં દરરોજ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં બદલાવ થાય છે. આ નવી કિંમત દરરોજ સવારે 6 વાગ્યાથી દેશના દરેક પેટ્રોલ પંપ પર લાગુ થઇ જાય છે. દરેક રાજ્યનો સ્થાનિક વેટ અલગ હોય છે, એવામાં દર રાજ્યમાં ફ્યૂલના ભાવ અલગ અલગ હોઇ શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat