Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > છેલ્લા 10 દિવસમાં 7મી વખત ઇંધણના ભાવમાં વધારોઃ બુધવારે પેટ્રોલ 27 અને ડીઝલ 30 પૈસા મોંઘા થયા

છેલ્લા 10 દિવસમાં 7મી વખત ઇંધણના ભાવમાં વધારોઃ બુધવારે પેટ્રોલ 27 અને ડીઝલ 30 પૈસા મોંઘા થયા

0
126

સરકાર મૌન, ઓઇલ કંપનીઓ નિરંકુશ અને કોરોનાથી બેહાલ પ્રજા પર પડી રહ્યો છે બોજ

નવી દિલ્હીઃ ઓઇલ કંપનીઓએ છેલ્લા 10 દિવસમાં 7મી વાર ઇંધણના ભાવમાં વધારો (Petrol diesel prices gone up)કરી દીધો. બુધવારે પણ પેટ્રોલમાં લીટરે 27 પૈસા અને ડીઝલમાં 30 પૈસાનો વધારો કર્યો. આમ 10 દિવસમાં પેટ્રોલ લીટરે 1.58 રુપિયા અને ડીઝલ 2.02 રુપિયા મોંઘા થઇ ગયા. મુંબઇમાં પેટ્રોલ 98 રુપિયાની પાર પહોંચી ગયું જ્યારે અમદાવાદમાં 90 રુપિયા તરફ કૂચ કરી રહ્યું છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ 91.80 રુપિયા અને ડીઝલના ભાવ 82.36 રુપિયે પહોંચી ગયા.

પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા મામલે કેન્દ્ર સરકાર મૌન છે. ઓઇલ કંપનીઓ નિરંકુશ થઇ ગઇ છે અને નાગરિકો બોજ તળે દટાઇ રહ્યા છે. કોરોનાને કારણએ અનેક રાજ્યોમાં લૉકડાઉન અને નાઈટ કરફ્યૂ જેવા નિયંત્રણોને પગલે નાગરિકોની આવક ઘટી છે જ્યારે મહામારીના કારણે તેમના પર સ્વાસ્થ્ય સંબંધિત ખર્ચનો બોજ વધ્યો છે.

આ પણ વાંચોઃ પ્રજા પર વધુ બોજઃ મંગળવારે પેટ્રોલમાં વધુ 26 અને ડીઝલમાં 33 પૈસાનો વધારો

મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મપ્રના ઘણા ભાગોમાં પેટ્રોલ સદીને પાર

આવા સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાએ લોકોના ખીસ્સા પરના વધુ બોજ (Petrol diesel prices gone up)નાંખ્યો છે. પરિણામે મહારાષ્ટ્રના નાંદેડ, મધ્ય પ્રદેશના રેવા અને રાજસ્થાનના જેસલમેર શ્રીગંગાનગર સહિત અનેક જિલ્લાઓમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લીટર રૂ.100થી પણ વધુ થઇ ગયા. મુંબઇમાં પેટ્રેોલની કિંમત સદી વટાવવા તરફ જઇ રહી છે.

દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

          શહેર                  પેટ્રોલ          ડીઝલ

    • દિલ્હી                91.80          82.36
    • મુંબઇ                98.12          89.48
    • કોલકાતા           91.92         85.20
    • ચેન્નાઇ               93.62        87.25

ગુજરાતના 4 મેટ્રો શહરોના ભાવ

    •  અમદાવાદ              89.20            89.03
    • સુરત                        89.30            89.14
    • વડોદરા                    88.90            88.72
    • રાજકોટ                     89.24            89.08

આ મહિનામાં ચોથી મે પછી આ 7મો ભાવવધારો છે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન સરકારી ઓઈલ કંપનીઓએ 18  દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. પરંતુ ચૂંટણીના પરીણામો જાહેર થયાના બે જ દિવસમાં ઈંધણનો ભાવવધારો શરૂ થઇ ગયો.

છેલ્લા એક સપ્તાહથી પેટ્રોલ અને ડીઝલમાં થયેલા ભાવવધારાના કારણે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પેટ્રોલનો ભાવ અગાઉથી જ રૂ. 100ને પાર થઈ ગયો. દેશમાં સૌથી મોંઘું પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પ્રતિ લીટર રૂ. 102.67ના ભાવે મળે છે જ્યારે ડીઝલનો ભાવ પ્રતિ લીટર રૂ. 95.06છે. રાજસ્થાનમાં હવે જેસલમેર (રૂ. 100.71) અને બિકાનેર (રૂ. 100.70) જ્યારે બાડમેરમાં (રૂ. 99.82)નો ભાવ છે.

આ પણ વાંચોઃ ત્રણ દિવસ બાદ ફરી ઇંધણમાં ભાવવધારોઃ પેટ્રોલ 26, ડીઝલ 33 પૈસા વધુ મોંઘા થયા

મધ્ય પ્રદેશમાં પેટ્રોલનો ભાવ શેહડોલ (રૂ. 102.06), રેવા (રૂ. 102.04), છિંદવાડા (રૂ. 101.67) અને બાલઘાટ (રૂ. 101.98) છે. ઈન્દોર (રૂ. 99.90) અને ભોપાલ રૂ. 99.83ની નજીક છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ચાલુ રહેશે તો ભોપાલ સૌપ્રથમ પાટનગર હશે, જ્યાં પેટ્રોલનો ભાવ રૂ. 100ને પાર થઈ ગયો હોય ! મહારાષ્ટ્રમાં પરભણી પછી હવે નાંદેડમાં પણ પેટ્રોલનો ભાવ 100ને પાર થયો છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાની અસર સમગ્ર દેશમાં રાજ્યોના સ્થાનિક વેટ ટેક્સને લીધે અલગ અલગ થતી હોય છે.

માર્ચ-એપ્રિલમાં નજીવો ઘટાડો કર્યો હતો Petrol diesel prices gone up

સરકારી ઓઈલ કંપનીઓએ 15મી એપ્રિલે પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 16પૈસા અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 14 પૈસાનો ઘટાડો કર્યો હતો, જે 24મી માર્ચ પછી ચોથો ઘટાડો હતો. 24મી માર્ચ પછી પેટ્રોલમાં કુલ67 પૈસા અને ડીઝલમાં 74 પૈસાનો ઘટાડો કરાયો હતો. પેટ્રોલ અને ડીઝલના રીટેલ વેચાણમાં કેન્દ્ર અને રાજ્યોના ટેક્સનો હિસ્સો 60 ટકા જેટલો હોય છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર પ્રતિ લીટર રૂ. 32.90 અને ડીઝલ પર રૂ. 31.80ની એક્સાઈઝ ડયુટી વસૂલે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat