Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > અચ્છે દિન યથાવત! પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી ક્રમશ: 30-35 પૈસાનો વધારો

અચ્છે દિન યથાવત! પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરીથી ક્રમશ: 30-35 પૈસાનો વધારો

0
49

પેટ્રોલ અને ડીઝલના ભાવ પ્રતિદિવસ બુલેટ ટ્રેનની ગતિની જેમ વધી રહ્યાં છે. સરકાર જાણે પોતાના અચ્છે દિન લાવવાના વચનો ભૂલી ગઈ છે અને પોતે જ પોતાના સારા દિવસો લાવવા માટે સરકારને બે હાથે લૂટી રહી હોય તેવું લાગી રહ્યું છે. સરકાર કહે છે કે, આંતરાષ્ટ્રીય માર્કેટમાં ભાવ વધી રહ્યાં છે તેથી કિંમત વધી રહી છે. પેટ્રોલ-ડીઝલની કિંમત તેમના હાથમાં નથી. જોકે, ચૂંટણી ટાણે સતત એક મહિના સુધી પેટ્રોલ-ડીઝલની કિંમત વધતી નથી, તે જાદૂ કેવી રીતે થાય છે તે અંગે અત્યાર સુધી કોઈ નેતાઓ ટિપ્પણી કરી નથી.

દેશની રાજધાની દિલ્હી સહિત તમામ શહેરોમાં ઈંધણની કિંમતમાં વધારો (Fuel Rates Hike) થયો છે. આજે  પેટ્રોલની કિંમતમાં 30 પૈસા પ્રતિ લીટર અને ડીઝલની કિંમતમાં (Diesel Price Today) 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. પાછલા દિવસે પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં આટલો જ વધારો થયો હતો. પાછલા બે દિવસમાં પેટ્રોલમાં બે રૂપિયાથી વધારે અને ડીઝલમાં ત્રણ રૂપિયાથી વધારેનો ભાવ વધી ગયો છે. દેશના અનેક શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયા છે.

આ વધારા બાદ કોલકાતામાં પેટ્રોલનો ભાવ 104 રૂપિયાને પાર થઈ ગયો છે. બીજી તરફ, ચેન્નઈમાં પેટ્રોલે 100નો આંકડો પાર કરી દીધો છે. આજના વધારા બાદ દિલ્હીમાં 1 લીટર પેટ્રોલનો ભાવ 103.54 રૂપિયા અને ડીઝલનો ભાવ 92.12 રૂપિયા થઈ ગયો છે.

નોંધનીય છે કે, ગત મંગળવારથી પેટ્રોલની કિંમતમાં વધારો થવાનું શરૂ થયું હતું. આ દરમિયાન સપ્તાહમાં બે દિવસ બુધવાર અને આ સોમવારે જ ભાવ સ્થિર હતા. આ ઉપરાંત દરરોજ કિંમતોમાં વધારો જોવા મળી રહ્યો છે. ગત 11 દિવસમાં પેટ્રોલની કિંમતમાં 2.35 રૂપિયાનો વધારો થયો છે. બીજી તરફ, ડીઝલ 3.50 રૂપિયા સુધી મોંઘું થઈ ગયું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat