Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > 3 દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, હજુ વધવાની સંભાવના

3 દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, હજુ વધવાની સંભાવના

0
133

દેશના ઘણા રાજ્યોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતો 90 રૂપિયાને પાર પહોંચી

નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવો (Petrol Diesel Price)માં ત્રણ દિવસ બાદ ફરી વધારો થઇ ગયો. બુધવારે પણ તેલ કંપનીઓએ બંને ઇંધણમાં 35-35 પૈસાનો વધારો કરી દીધો. પરિણામે અમદાવાદમાં પેટ્રોલ 85 રૂપિયા નજીક પહોંચ્યું છે જ્યારે દિલ્હીમાં પેટ્રોલ 87 રુપિયા અને મુંબઇમાં 94 રુપિયાથી વધુના ભાવે પહોંચી ગયું છે. આ સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ પણ મોંધુ થતા દેશના નાગરિકોના ખિસ્સા પર આવનારા દિવસોમાં વધુ બોજ પડશે.

આ પણ વાંચોઃ બજેટ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા માંડ્યાઃ રોજના રેટ કઇ રીતે જાણી શકાશે?

લંડનમાં બ્રેન્ટ ક્રૂડ પણ 60 ડોલર પ્રતિ બેરલ થયું

તેલ કંપનીઓએ ત્રણ દિવસ બાદ ફરી વધારો શરુ કરવા માંડ્યો છે. લંડનનું બ્રેન્ટ ક્રૂડ 60 ડેલર પ્રતિ બેરલ પહોંચી જતાં આશરે પખવાડિયા પછી ભારતમાં લોકો પર કમરતોડ ભાવ વધારો (Petrol Diesel Price)ઝિંકાઇ જવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડમાં ભાવ વધારાની અસર ભારતીય બાસ્કેટમાં 20-25 દિવસ પછી પડે છે. તેથી આવનારા દિવસોમાં પેટ્રોલ-ડીઝલ વધુ મોંધુ થવાની શક્યતા છે.

સાઉદી અરબે ઉત્પાદન ઘટાડતા અસર Petrol Diesel Price

સાઉદી અરેબિયાએ ક્રૂડનું ઉત્પાદન ઘટાડતા દેશમાં ભાવ વધારાની અસર જેવા મળી રહી છે. ઉપરાંત સરકાર પેટ્રોલ-ડીઝલ પર કોઇ રાહત આપવા તૈયાર નથી. વધુમાં બજેટમાં પણ બંને ઇંધણમાં કૃષિ ઇન્ફ્રા સેસ લગાવી દીધુ છે. સામે સરકારનું કહેવું છે કે એક્સાઇઝ ડ્યૂટી ઘટાડી સેસની ભરપાઇ કરી દેશે. તેથી ગ્રાહકો પર સેસની અસર પડશે નહીં. પરંતુ હજુ સુધી તે અંગે કોઇ જાહેરાત થઅ નથી. બીજી બાજુ ઓઇલ કંપનીઓ સતત વધારો કરી રહી છે.

ઘણા શહેરોમાં તો પેટ્રોલ 90 રૂપિયાને પાર છે. હવે સેન્ચુરી ફટકારવાની તૈયારીમાં છે. નોંધનીય છે કે માત્ર 29 રૂપિયાવાળુ પેટ્રોલ ભારતમાં આટલું મેંઘુ થવા પાછળનું કારણ તેના પર મોદી સરકારે ઠોકી બેસાડેલો રૂપિયા 53નો કમરતોડ કર છે.

આ પણ વાંચોઃ ટેસ્ટ આપ્યા વિના જ ડ્રાઇવિંગ લાયસન્સ મળશે, પરંતુ તેના માટે શું છે નિયમ?

કમાણી માટે લગડી વસ્તુ GSTમાંથી બાકાત

પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટી લાદે છે. જ્યારે રાજ્ય સરકારો વેટ લગાવે છે. વળી કેટલાક શહેરોમાં ટ્રાન્સપોર્ટ અને લોકલ બોડી ટેક્સને કારણે પેટ્રોલ ડીઝલના ભાવો (Petrol Diesel Price)વધુ થઇ જાય છે. GST આવ્યું ત્યારે કહેવાયું હતું કે હવે તે સિવાય કોઇ ટેક્સ લદાશે નહીં. તમામ ટેક્સ જીએસટીમાં સમાવી લેવાયા છે. Petrol Diesel Price

પરંતુ સરકારે સિફત પૂર્વક પેટ્રોલિયમ પેદાશોને તેમાંથી બાકાત રાખ્યું. તેથી રાજ્યો તેના પર મસમોટું વેટ લગાવી દે છે. જેની સીધી અસર નાગરિકોના ખિસ્સા પર પડે છે.

       મુખ્ય શહેરોના ભાવ

શહેરો                  પેટ્રોલ             ડીઝલ

    • અદાવાદ            84.57          83.70
    • દિલ્હી                87.30           77.48
    • મુંબઇ                 93.83          84.36
    • કોલકાતા            88.63          81.06
    • ચેન્નાઇ                89.70           82.41
      (નોંધઃ ભાવ લોકલ બોડી ટેક્સ સિવાયના છે.)આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ ખાનગીકરણને લઈને શું છે સરકારની રણનીતિ? 300થી વધુ સરકારી કંપનીઓ સમેટાઈ જશે!

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat