Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો યથાવત- આજે ફરીથી ક્રમશ 35-36 પૈસાનો વધારો

પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો યથાવત- આજે ફરીથી ક્રમશ 35-36 પૈસાનો વધારો

0
48

સરકાર દ્વારા પાછલા ઘણા દિવસોથી પેટ્રોલ-ડિઝલમાં સતત ક્રમશ 35-36 પૈસાનો વધારો કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ દેશમાં મોંઘવારી પોતાની ચરમ પર પહોંચી ગઈ છે. આજે પણ HPCLની વેબસાઈટ પર આપવામાં આવેલા દરો અનુસાર શનિવારે પેટ્રોલની કિંમતમાં 35 પૈસા પ્રતિ લીટરનો વધારો થયો છે. આ સાથે જ શુક્રવારે પેટ્રોલની કિંમત 108.64 રૂપિયા પ્રતિ લિટર હતી. જે શનિવારે વધીને 108.99 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઇ છે.

જ્યારે ડિઝલના ભાવમાં પ્રતિ લિટર 36 પૈસાનો વધારો થયો છે. શનિવારે તેની કિંમત 97.37 રૂપિયા પ્રતિ લિટરથી વધીને 97.73 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. 24 સપ્ટેમ્બરથી પેટ્રોલ કરતા ડિઝલના ભાવમાં વધુ વધારો થયો છે. આ દરમિયાન ડિઝલ 8.45 રૂપિયા પ્રતિ લીટર મોંઘો થયો છે. જ્યારે પેટ્રોલની કિંમતમાં 7.75 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે.

ભારત ઈરાક, અમેરિકા, સાઉદી અરેબિયા, રશિયા જેવા દેશો પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદે છે. આ તમામ દેશો ઓપેક સંગઠનનો ભાગ છે. ઉપરાંત, આ દેશો સાથે ભારતની સારી મિત્રતા છે. સપ્તાહમાં યોજાનારી બેઠકમાં જો આ તમામ દેશો કાચા તેલનું ઉત્પાદન વધારવા માટે સહમત થાય તો ભારતને મોટી રાહત મળી શકે છે. જોકે, એક અહેવાલ પ્રમાણે ક્રૂડ ઓઈલનું બેરલ 100 ડોલરની સપાટી વટાવી શકે છે, તેવી પરિસ્થિતિમાં ભારતમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચી શકે છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat