Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > મોંઘવારની માર: સતત 20માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી, જાણો તમારા શહેરમાં શું છે ભાવ?

મોંઘવારની માર: સતત 20માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમત વધી, જાણો તમારા શહેરમાં શું છે ભાવ?

0
632

નવી દિલ્હી/અમદાવાદ: પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેલ કંપનીઓએ શુક્રવારે સતત 20માં દિવસે વધારો ઝીંકાયો છે. દિલ્હીમાં હવે પેટ્રોલ 80 પાર પહોંચી ગયો છે, જ્યારે ડીઝલ તો એક દિવસ પહેલા જ આ આંકડાને પાર પહોંચી ચૂક્યું છે.

શુક્રવારે ડીઝલ 17 પૈસાનો વધારો નોંધાયો, જ્યારે પેટ્રોલના ભાવમાં 21 પૈસાનો વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત વધીને 80.13 રૂપિયા પર પહોંચી ગઈ છે, જ્યારે ડીઝલ 80.19 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. દિલ્હીમાં ડીઝલના ભાવ પેટ્રોલ કરતા વધારે છે.

આ પણ વાંચો: ચીનની દાદાગીરી રોકવા અમેરિકાનું આક્રમક વલણ, એશિયામાં મોકલશે પોતાની સેના

ગુજરાતના શેહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ
ગુજરાતમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં છેલ્લા 20 દિવસમાં જંગી વધારો જોવા મળ્યો છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલ 77.68 રૂપિયા અને ડીઝલ 77.58 રૂપિયા છે. જ્યારે સુરતમાં પેટ્રોલ 77. 52 રૂપિયા અને ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લિટરે છે. આ સિવાય રાજકોટમાં પેટ્રોલ 77.42 રૂપિયા અને ડીઝલ 77.33 રૂપિયા પ્રતિ લિટર, જ્યારે જામનગરમાં પેટ્રોલ 77.57 રૂપિયા અને ડીઝલ 77.41 રૂપિયા પ્રતિ લિટર છે. વડોદરામાં પેટ્રોલ 77.28 અને ડીઝલ 77.18 રૂપિયા પ્રતિ લિટર છે. જૂનાગઢમાં પેટ્રોલ 78.34 રૂપિયા અને ડીઝલ 78.25 રૂપિયા પ્રતિ લિટર છે અને ભાવનગરમાં પેટ્રોલ 78.91 રૂપિયા અને ડીઝલ 78.80 રૂપિયા પ્રતિ લિટર ભાવ બોલાઈ રહ્યા છે.

ઉલ્લેખનિય છે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ ઓછો છે, તેમ છતાં ઓઈલ કંપનીઓ પોતાના માર્જિનમાં સુધારવા માટે ભાવમાં વધારો કરી રહી છે. ભારતીય કંપનીઓએ કાચા તેલ પહેલા જ ખરીદીને સ્ટોક કરી લીધુ હતુ અને તેના કારણે તેને ઇન્વેન્ટ્રી લોસ ખૂબ જ વધારે થઈ રહ્યુ છે. ઇન્ડિયન ઓઈલને છેલ્લા 4 વર્ષમાં પ્રથમ વખત ભારે નુક્સાનનો સામનો કરવો પડી રહ્યો છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.