Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સરકારના કહ્યામાં નથી રહ્યાં પેટ્રોલ-ડીઝલ, જનતાએ પણ સંભાળીને ચાલવું

સરકારના કહ્યામાં નથી રહ્યાં પેટ્રોલ-ડીઝલ, જનતાએ પણ સંભાળીને ચાલવું

0
78

ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. પહેલી નવેમ્બરે દિલ્હીમાં પેટ્રોલની કિંમત પહેલીવાર વધીને 110 રૂપિયા પ્રતિ લિટરની નજીક પહોંચી ગઈ છે તો મુંબઈમાં એક લિટર પેટ્રોલની કિંમત હવે 115 રૂપિયાને પાર કરી ગઈ છે.

આજે એટલે એક નવેમ્બરે પેટ્રોલ-ડીઝલના ભાવમાં 35-35 પૈસાનો વધારો કરી દેવામાં આવ્યો છે. આ સાથે જ દેશમાં હવે પેટ્રોલ અને ડીઝલના ભાવ નવી ઉંચાઈ ઉપર પહોંચી ગયા છે. મધ્ય પ્રદેશમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 121 પર પહોંચી ગયો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે વધારો થતાં દેશભરમાં હવે તેમની કિંમતો એક નવી સપાટી ઉપર પહોંચી ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે, આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલનો ભાવ 90 ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી શકે છે. તેથી આગામી દિવસોમાં સરકાર ટેક્સમાં ઘટાડો કરશે નહીં તો સામાન્ય લોકોની કમાણી પેટ્રોલ-ડીઝલ જ ચાઉ કરી શકે છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં થઈ રહેલા વધારાના કારણે શાકભાજી અને અન્ય વસ્તુઓના ભાવમાં પણ ભારે ઉછાળો આવ્યો છે. તેલની કિંમત વધવાના કારણે ભાડાઓમાં પણ વધારો થઈ શકે છે. જણાવી દઈએ કે, આંતરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડનો ભાવ 85 રૂપિયા પ્રતિ બેરલ છે. જે વધારે વધવાની સંભાવના છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat