છતાં સરકારની નફ્ફટાઇ; કહી દીધું- પેટ્રોલ-ડીઝલ મામલે અમે કંઇ કરી શકીએ નહીં
અમદાવાદઃ ભાજપ નેતૃત્વ હેઠળની મોદી સરકાર પેટ્રોલના ભાવ (Petrol Diesel Price) વધારાની સદી ફટકારવાની ફિરાકમાં છે. તેથી ગુરુવારે પણ પેટ્રોલ અને ડીઝલમાં 30 અને 25 પૈસાનો વધારો ઝીંકી દીધો. વળી નફ્ફટાઇ પૂર્વક કહી પણ દીધું કે અમે આમા કંઇ કરી શકીએ નહીં. આ તો ઓઇલ કંપનીઓના હાથમાં છે. બીજા પણ ટેક્સ વધારે છે. અમે પણ વધાર્યા.
કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય. જેને સાર્થક કરતા કેન્દ્ર-રાજ્ય સરકારો અને ઓઇલ કંપનીઓ પોતાના ખિસ્સા ભરી રહી છે. પેટ્રોલિયમ પેદાશોમાં દૈનિક નક્કી કરતા ભાવને કારણે માત્ર એક વર્ષમાં જ પેટ્રોલમાં 18 રૂપિયાનો જંગી વધારો નાગરિકો પર ઠોકી બેસાડાયો છે. ભોળી પ્રજાને તેની ખબર પણ પડી નથી.
આ પણ વાંચોઃ સતત બીજા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકોઃ 30 અને 25 પૈસા વધાર્યા
છેલ્લા 45 દિવસમાં પેટ્રોલ 1.31 રૂપિયા મોંઘુ થયું


Petrol Diesel Price1
બજેટ પછી પેટ્રોલિયમ પેદાશોમાં ત્રીજી ફેબ્રુઆરીએ 8 પૈસાનો ભાવ વધારો કરાયો. ત્યાર બાદ ચોથીએ પોછો 8 પૈસાનો ઘટાડો થયો. ત્યાર બાદ બે દિવસ ભાવો સ્થિર રહ્યા. પણ પછી 8 ફેબ્રુઆરીથી સતત ભાવ વધારો થઇ રહ્યો છે. આજે ચોથો ભાવ વધારાનો ચોથો દિવસ છે. છેલ્લા 10 દિવસમાં પેટ્રોલમાં 1.42 રૂપિયા અને ડીઝલમાં 1.57 રૂપિયાનો વધારો કર્યો. તેમાં છેલ્લા 5 દિવસમાં 1.31 રૂપિયાનો પેટ્રોલમાં વધારો કર્યો.
પેટ્રોલ-ડીઝલ જાહેરાતવાળા ભાવ વધારાનું ગણિત પણ સમજો
-
-
ઓઇલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલમાં 30 અને ડીઝલમાં 25 પૈસાના વધારાની જાહેરાત કરી. જો કે આ પણ કહેવાતો વધારો છે. ખરો વધારો આના કરતા લગભગ દોઢો થાય છે. તેને અમદાવાદના ભાવનો દાખલો લઇ સમજીએ.
-
ગઇકાલે બુધવારે અમદવાદમાં પેટ્રોલ પમ્પો પર કંપનીઓ અને લોકલ બોડીના વધારા પછી પેટ્રોલ 84.88 રૂપિયાના ભાવે વેચાયું. આજે કંપનીઓએ 30 પૈસાનો વધારો કર્યો તેથી આજનો ભાવ 85.18 થવો જોઇએ. પરંતુ તમે લેવા જશો તો પમ્પવાળા તમારી પાસેથી 85.36 પૈસાનો ભાવ લેશે.
-
એટલે 18 પૈસા વધુ, માટે આજનો ખરો ભાવવધારો તો 30 નહીં પણ 48 પૈસાનો થયો.
-
આ પણ વાંચોઃ શ્રીલંકા-નેપાળ કરતા ભારતમાં કેમ પેટ્રોલ મોંઘું? જોઇ લો મોદી સરકારનો જવાબ
પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની જીવન ધોરણ પર અસર
નાગરિકો અને વેપારીઓ માટેની મૂળ જરૂરિયાતવાળી આ બંને વસ્તુ પેટ્રોલ ડીઝલની લોકોના અને ગૃહિણીઓના જીવન પર અસર કરે છે. કારણ કે તેના ભાવમાં વધારો થતાંની સાથે જ અન્ય વસ્તુઓ પણ મોંઘી થવા લાગે છે. પરંતુ ગરીબોની ભલાઇ વિચારવાનો દાવો કરનારી આ આ મોદી સરકાર પેટ્રોલ-ડીઝલના ભાવો ઘટાડવા સહેજ પણ તૈયાર નથી.
રાજ્ય સરકારો પણ ટેક્સ લાદે છેઃ પેટ્રોલિયમ મંત્રી
ઉલ્ટાનું કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તો સંસદમાં ચોખ્ખુ પરખાવી દીધું કે કેન્દ્ર સરકાર આ મામલે કંઇ કરી શકતી નથી. ઓઇલ કંપનીઓના હાથમાં ભાવો નક્કી કરવાની સત્તા છે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર જ આ પેદાશો પર ટેક્સ લાદતી નથી, રાજ્ય સરકારો પણ તેના પર ટેક્સ લગાવતી હોવાથી ભાવવધારાની અસર દેખાય છે.
ગુરુવારે રાજ્યસભામાં પેટ્રોલ-ડીઝલના સર્વોચ્ચ સપાટીએ પહોંચેલા ભાવોને મુદ્દે ગરમા ગરમી થઇ હતી. પ્રશ્નકાળ દરમિયાન કેટલાક સભ્યોએ આ મુદ્દો ઊઠાવ્યો હતો. પરંતુ પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હાથ અદ્ધર કરી સાંસદોને ચોખ્ખુ સંભળાવી દીધું.
બે મહિનાથી અવાર નવાર થઇ રહ્યો છે ભાવ વધારો
નોંધનીય છે કે છેલ્લા બે મહિનાથી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં અવાર નવાર વધારો થઇ રહ્યો છે. છેલ્લા એક વર્ષની વાત કરીએ તો પેટ્રોલના ભાવોમાં 18 રૂપિયામાં વધારો થઇ ગયો. પરંતુ લોકલ બોડીના ટેક્સ વિનાના કંપનીઓ દ્વારા દૈનિકની દૃષ્ટિએ કરાતા કહેવાતા મામૂલી પૈસાના વધારાની સામાન્ય જનતાને ખબર પડી નથી. એટલે કે ટીપે ટીપે સરોવર ભરાયની કહેવત મુજબ સરકાર અને ઓઇવ કંપનીઓ પોતાના ખિસ્સા ભરી રહી છે.
આ પણ વાંચોઃ 3 દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો, હજુ વધવાની સંભાવના
કેન્દ્ર સરકાર કેમ ટેક્સ ઘટાડતી નથી?
રાજ્યસભામાં તૃણમુલ સાંસદ શાંતનુ સેને પુછ્યું કે સરકાર ટેક્સમાં ઘટાડો કેમ નથી કરતી. તો જવાબ આપતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે ઇંધણ કિંમતો માત્ર કેન્દ્ર સરકારના ટેક્સ પર નહીં પણ રાજ્ય સરકારોના ટેક્સ અને આંતરરાષ્ટ્રીય કિંમતો પર પણ નિર્ભર કરે છે. તેના ભાવો બજારના આધારે નક્કી થાય છે. કેન્દ્ર ઉપરાંત રાજ્ય સરકારો પણ તેમની જરૂરિયાત મુજબ ટેક્સ વધારે છે.
પ્રધાને વધુમાં દલીલ કરતા જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે જનકલ્યાણ યોજનાઓ માટે કમિટમેન્ટ હૈ. જેના કારણે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ લાદવામાં આવે છે. કારણ કે આ માધ્યમ રહ્યું છે અને તમામ પક્ષોની સરકારો આવું કરતી આવી છે. પેટ્રોલ-ડીઝલ પર કેન્દ્ર સરકાર એક્સાઇઝ ડ્યૂટી લાદે છે તો રાજ્ય સરકારો પણ વેટ લગાવે છે.