Gujarat Exclusive > દેશ-વિદેશ > પેટ્રોલ 100 પાર, ત્રણ અંકના ભાવ મશીનમાં ડિસ્પલે ના થતાં વેચાણ બંધ

પેટ્રોલ 100 પાર, ત્રણ અંકના ભાવ મશીનમાં ડિસ્પલે ના થતાં વેચાણ બંધ

0
168

દેશમાં પેટ્રોલમાં અસહ્ય ભાવ વધારા વચ્ચે મધ્ય પ્રદેશમાં તેલની કિંમત 100 રૂપિયાને પાર થઈ ગઈ છે. શનિવારે મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં પાવર પેટ્રોલ 100 રૂપિયા ચાર પૈસા પ્રતિ લીટરના દર પર વેચવામાં આવ્યો. જોકે, ભોપાલમાં જૂના પેટ્રોલ પંપોને વેચાણને બંધ કરવો પડ્યો કેમ કે, ભાવ ત્રણ અંકમાં પહોંચ્યા તો મશીનમાં ડિસ્પલે થતા બંધ થઈ દદયા. સ્થાનિક સમાચાર અનુસાર જો સાદા પેટ્રોલના ભાવ પણ 100 રૂપિયા સુધી પહોંચી જશે તો અનેક પેટ્રોલ પંપોને વેચાણ રોકવું પડશે. શનિવારે ભોપાલમાં સાદા પેટ્રોલની કિંમત 96.37 રૂપિયા રહી.

જણાવી દઈએ કે, નવા વર્ષ પછી ભોપાલમાં તેલની કિંમતોમાં લગભગ પાંચ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક જાન્યુઆરીએ ભોપાલમાં નોર્મલ તેલ 91.46 રૂપિયા પ્રતિ લીટર હતો. આંકડાઓ ઉપર ધ્યાન આપીએ તો એક વર્ષથી પણ ઓછા સમયમાં પેટ્રોલની કિંમત લગભગ 19 રૂપિયા પ્રતિ લીટર વધી ગઈ છે. એક જૂન, 2020માં ભોપાલમાં પેટ્રોલ 77.56 રૂપિયા પ્રતિ લીટર હતો જે 13 ફેબ્રુઆરી સુધી 18.81 રૂપિયા વધીને 96.13 પ્રતિ લીટરના રેકોર્ડ સ્તર પર પહોંચી ગઈ છે. તેવી જ રીતે આટલા જ સમયગાળામાં ડિઝલના 86.84 પ્રતિ લીટર પહોંચી ગઈ છે.

જણાવી દઈએ કે, દેશમાં તેલની કિંમતોમાં વધારો સિલસિલો યથાવત છે. રવિવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં એક વખત ફરીથી તેલની કિંમતોમાં વધારો થયો છે. અહીં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લગભગ ત્રીસ પૈસાનો વધારો થયો છે. રવિવારે દિલ્ગીમાં પેટ્રોલની કિંમત 29 પૈસા વધીને 88.73 રૂપિયા થઈ ગયા. તેવી જ રીતે 32 પૈસાના વધારા સાથે ડીઝલની કિંમત 79.06 પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.

તેલ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તેલ ઉત્પાદક દેશોને કિંમતમાં થયેલા વધારાના દોષી ઠેરવ્યા. તેમને કહ્યું કે, કાચું તેલ મોંઘુ થવાના કારણે અમે કિંમતોને લઈને પડકારોનો સામનો કરી રહ્યાં છીએ. તેમને કહ્યું કે, કોવિડ-19 લોકડાઉનના કારણે દુનિયાભરમાં પેટ્રોલિયમ ઉત્પાદકોની માંગમાં ઘટાડો આવ્યો અને પેટ્રોલિયમ ઉત્પાદકોને ઉત્પાદનમાં ઘટાડો કરવો પડ્યો છે.

જાણો દેશભરમાં પેટ્રોલની કિંમતો

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat