Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > સબ કા સાથ સબ કા વિકાસ- પેટ્રોલ વિકાસના માર્ગે યથાવત

સબ કા સાથ સબ કા વિકાસ- પેટ્રોલ વિકાસના માર્ગે યથાવત

0
83

આજે મંગળવારે એટલે કે નવેમ્બરના બીજા દિવસે પેટ્રોલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો, જોકે આજે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આજે ડીઝલની કિંમત સ્થિર છે. આજે સવારે IOCL દ્વારા જાહેર કરાયેલ રેટ લિસ્ટ મુજબ પેટ્રોલ 35 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

દેશવાસીઓ વિચારી રહ્યાં હશે કે ક્યારે પેટ્રોલના ભાવ પહેલા જેટલા એટલે કે 70-75 રૂપિયા થશે. જોકે, વર્તમાન સમયમાં એવી કોઈ જ શક્યતાઓ જોવા મળી રહી નથી કે પેટ્રોલ-ડીઝલના ભાવ રિવર્સમાં ચાલવા લાગે. જોકે, હાલમાં તેનાથી ઉંધુ ચોક્કસ થઈ શકે છે. જો ભાવ વધારાની ગતિ યથાવત રહી તો આગામી દિવસોમાં પેટ્રોલનો ભાવ 150 રૂપિયા પ્રતિ લિટરને સ્પર્શી જશે.

નિષ્ણાંતોનું કહેવું છે કે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. એટલે સ્થાનિક સ્તરે ત્યારે જ રાહત મળશે જ્યારે સરકાર કોઈ મોટું પગલું ભરશે. એટલે કે મોટા પ્રમાણમાં જે ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યાં છે તેમાં સરકારે ઘટાડો કરવો જોઈએ. વર્તમાનમાં 50 રૂપિયાની આસપાસ તો પ્રતિલિટરે સરકાર ટેક્સ ઉઘરાવી રહી છે. તેવામાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. જ્યારે ક્રૂડ ઓઈલનો ભાવ ઘટે છે તો સરકાર તરત જ ટેક્સમાં વધારો કરી દે છે, તેથી આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની ઓછી કિંમતનો ફાયદો જનતાને ના મળીને સરકારને મળી જાય છે.

એક સમય એવો પણ હતો કે, જ્યારે ક્રૂડ ઓઈલ ઈન્ડિયાને પ્રતિલિટર દસ રૂપિયાથી પણ ઓછી કિંમતમાં પડતો હતો. પરંતુ તે વખતે પણ સરકારે 70 રૂપિયાથી વધારે પ્રતિલિટર પેટ્રોલ દેશવાસીઓને આપ્યું હતું. તે સમયે મોદી સરકારે ટેક્સમાં વધારો કરી નાંખ્યો હતો. જોકે, હવે આંતરાષ્ટ્રીય માર્કેટમાં કાચા તેલની કિંમતમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે મોદી સરકારે ટેક્સ ઓછો કરવા જોઈએ પરંતુ મોદી સરકાર આંતરાષ્ટ્રીય માર્કેટમાં વધતા ભાવને આગળ ધરીને પેટ્રોલ-ડીઝલના નામે જનતાને બે હાથે લૂંટી રહી છે.

જો ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી રહે છે અને તે પ્રતિ બેરલ 100 ડોલરને પાર પહોંચે છે તો તે દિવસ પણ શક્ય છે જ્યારે દેશમાં પેટ્રોલની કિંમત 150 રૂપિયા પ્રતિ લીટર થઈ શકે છે.

અહીં ટ્રેજડી તે છે કે દેશમાં મનમોહનસિંહ સરકાર દરમિયાન પેટ્રોલનો ભાવ 70-75 રૂપિયા પ્રતિલિટર ચાલી રહ્યો હતો. જોકે, દેશવાસીઓને તે ભાવ વધારે પડી રહ્યો હતો. તેથી 2014 અને 2019 દરમિયાન પેટ્રોલના વધતા ભાવથી છૂટકારો મેળવવા માટે જનતાએ મોદી સરકારની પસંદગી કરી હતી.

ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 106.88 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 106.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 122.70 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 113.21 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat