Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > હાથના કર્યા હૈયે વાગ્યા! પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ભડકો

હાથના કર્યા હૈયે વાગ્યા! પેટ્રોલ ડીઝલના ભાવમાં સતત પાંચમા દિવસે ભડકો

0
75

પેટ્રોલ-ડીઝલના વધી રહેલા ભાવ વધારા વચ્ચે ચારે-તરફ બૂમારાણ મચી રહ્યો છે. જોકે, સરકારના માથા પણ ઝૂ રેકી રહી નથી. પેટ્રોલ-ડીઝલમાં થઇ રહેલા વધારાને રોકવા માટે કોઈ જ નક્કર પગલા ભરવાની જગ્યાએ સરકાર આંતરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ ઉપર દોષનો ટોપલો ઢોળી રહી છે. સતત પાંચમા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. સરકારી ઓઇલ કંપનીઓએ આજે રવિવારે (24 ઓક્ટોબર, 20201) પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં પણ પ્રતિ લીટર 35–35 પૈસાનો વધારો કર્યો છે.

આ વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 107.59 રૂપિયા તો બીજી તરફ હવે એક લીટર ડીઝલની કિંમત 96.32 રૂપિયા થયું છે. મુંબઈમાં 1લીટર પટ્રોલ રૂપિયા 113.46 ના ભાવે વેચાઈ રહ્યું છે જયારે 1 લીટર ડીઝલની કિંમત રૂપિયા 104.38 છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલના ભાવ 19 ડોલર પ્રતિ બેરલના રેકોર્ડ નીચા સ્તરે પહોંચ્યા બાદ સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટી વધારી હતી. જોકે ત્યાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલના ભાવ રિકવર થઈને 85 ડોલર પ્રતિ બેરલ થઇ ગયા છે પરંતુ પેટ્રોલ પરની એક્સાઇઝ ડ્યુટી 32.9 રૂપિયા પ્રતિ લિટર રહી છે. એ જ રીતે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટી 31.8 રૂપિયા પ્રતિ લીટર પર યથાવત છે.

ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 104.46 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 104.03 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગરમાં છે. જ્યાં પેટ્રોલ 119.79 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 110.63 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat