Gujarat Exclusive > આપણી જરૂરિયાત > વ્યાપાર > પેટ્રોલ અને ડિઝલમાં 83 દિવસ બાદ ભાવ વધારો

પેટ્રોલ અને ડિઝલમાં 83 દિવસ બાદ ભાવ વધારો

0
1354

રાજયમાં લોકડાઉનના કારણે લોકોની હાલત કફોડી જોવા મળી રહી છે. ત્યારે અનલોક 1માં સરકાર દ્વારા ઘણા એવા ધંધા અને રોજગાર શરુ કરવા માટેની છુટછાટી પણ આપી દીધી છે. ત્યારે બીજી બીજુ લોકડાઉનના 83 દિવસ બાદ પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલમાં 58 પૈસા અને ડિઝલમાં 57 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

દેશમાં લોકડાઉનના 83 દિવસ બાદ સરકાર દ્વારા પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થયો છે. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 58 પૈસા અને ડીઝલમાં 57 પૈસાનો વધારો થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 15 માર્ચના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર થયો હતો. અમદાવાદમાં આજે પેટ્રોલના ભાવ રૂપિયા 67.79 અને ડીઝલના ભાવ 65.82 રૂપિયા થયો છે.

રોજ 6 વાગ્યે બદલાય છે કિંમત

ઉલ્લેખનીય છે કે, રોજ સવારે 6 વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બદલાવ થતો રહે છે. સવારે 6 વાગ્યાથી જ નવા ભાવ લાગુ થઈ જાય છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, ડીલર કમિશન અને અન્ય ચીજો જોડ્યા બાદ તેના ભાવ લગભગ ડબલ થઈ જાય છે.

આવી રીતે ચેક કરો લેટેસ્ટ કિંમત

પેટ્રોલ ડીઝલના રોજના ભાવ તમે SMS દ્વારા પણ જાણી શકશો (How to check diesel petrol price daily). ઈન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીએલ ગ્રાહક RSP લખીને 9223112222 નંબર પર મોકલીને માહિતી મેળવી શકે છે. તો એચપીસીએલ ગ્રાહક HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ માલૂમ કરી શકો છો.

રાજકોટનાં નિલસીટી રિસોર્ટમાં કોંગ્રેસનાં ધારાસભ્યોનાં ધરણાં, માલિક-મેનેજર વિરૂદ્ધ ફરિયાદ