Gujarat Exclusive > દેશ-વિદેશ > પેટ્રોલ 18, ડીઝલ 12 રૂપિયા મોંઘો થશે! કોરોના સામે લડવા જનતા પાસેથી ફંડ ઉઘરાવવાની તૈયારીમાં સરકાર

પેટ્રોલ 18, ડીઝલ 12 રૂપિયા મોંઘો થશે! કોરોના સામે લડવા જનતા પાસેથી ફંડ ઉઘરાવવાની તૈયારીમાં સરકાર

0
4213

નાણામંત્રી નિર્મલા સીતારમણ તરફથી કોરોના વાયરસના કારણે અર્થવ્યવસ્થામાં પડી રહેલા ગાબડાઓને ભરવા માટે જાહેરાતો કરવામાં આવી શકે છે. નાણાકીય બિલ પર ચર્ચાનો જવાબ આપવા દરમિયાન ફાઈનાન્સ મિનિસ્ટર તરફથી જાહેરાતો કરવામાં આવી શકે છે. જેમાંથી એક તે છે કે, પ્રવાસી ભારતીયોથી ટેક્સની સીમાને 15 લાખ રૂપિયા સુધી કરવામાં આવી શકે છે, જે ક્યાંય બીજે ટેક્સ આપી રહ્યાં નથી. તે ઉપરાંત કોરોના વાયરસના સંકટને પહોંચીવળવા માટે સરકાર જનતા થકી જ મોટી વસૂલી કરવાની તૈયારીમાં જોવા મળી રહી છે. ઈકોનોમી ટાઈમ્સના રિપોર્ટ અનુસાર પેટ્રોલ પર 18 રૂપિયા અને ડીઝલ પર 12 રૂપિયાની એક્સાઈઝ ડ્યુટીના રૂપમાં વધારો કરવામાં આવી શકે છે.

અસલમાં આંતરાષ્ટ્રીય સ્તર પર ઘટી કિંમતો વચ્ચે સરકાર એક્સાઈઝ ડ્યુટી વધારીને ખજાનો ભરવા માંગે છે. જેથી કોરોના વાયરસ સંકટને પહોંચી વળવા માટે ફંડ ભેગું કરવામાં આવી શકે. જણાવી દઈએ કે, સરકારે 14 માર્ચે જ પેટ્રોલ અને ડીઝલ પર સ્પેશ્યલ એડિસનલ એક્સાઈઝ ડ્યુટીમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. વૈશ્વિક સ્તર પર કાચા તેલની કિંમતોમાં મોટા ઘટાડાનના કારણે સરકાર પાસે વિકલ્પ છે કે, તેઓ ડીઝલ અને પેટ્રોલની કિંમતમાં કાપ મૂકેને જનતાને રાહત આપે, પરંતુ તે તેની જગ્યાએ પોતાનો ખજાનો ભરવાને પ્રાથમિકતા આપી રહી છે.

આનાથી જનતા પર વધેલ એક્સાઈઝ ડ્યુટીથી કોઈ વધારાનો બોઝો પડશે નહીં અને સરકાર સરળતાથી કોરોના જેવા સંકટથી નિપટવા માટે ફંડ ભેગું કરી લેશે. અનુમાન અનુસાર પેટ્રોલ અને ડીઝલ પર પ્રતિ લીટરર પર જો એક રૂપિયાની પણ એક્સાઈઝ ડ્યુટી વધારે છે તો વાર્ષિક 13000 કરોડ રૂપિયા ભેગા કરી શકશે. એવામાં સમજાઇ શકે છે કે, કિંમતોમાં આ વધારાથી સરકાર કેટલી બધી કમાણી કરી શકે છે. જોકે, હાલમાં માંગમાં ઘટાડો હોવાના કારણે સરકારની કમાણીમાં થોડો એવો ઘટાડો જોવા મળી શકે છે.

લોકડાઉનનું ઉલ્લંઘન કરનારાઓ સામે થશે કડક કાયદાકીય કાર્યવાહી