Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > નિવૃત્તિ બાદ કશુ પણ લખતા પહેલાં 100 વાર વિચારજો, નહીંતર પેન્શન અટકી જશે

નિવૃત્તિ બાદ કશુ પણ લખતા પહેલાં 100 વાર વિચારજો, નહીંતર પેન્શન અટકી જશે

0
237

કેન્દ્રે સરકારી સિવિલ સર્વિસિસના નિવૃત્ત કર્મીઓ માટે બનાવ્યા નવા નિયમ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસિસના નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે નવા નિયમો (Permission for Publication)બનાવ્યા છે. બુધવારથી અમલમાં મૂકાયેલા આ નિયમો હેઠળ હવે કેન્દ્રીય કર્મચારીઓએ રિટાયર થયા બાદ લેખ/પુસ્તક કે કંઇ પણ લખાણ લખી તેને પ્રકાશિત કરતા પહેલાં 100 વખત વિચાર કરવો પડશે. નહિતર પેન્શન અટકી શકે છે.

કેન્દ્રીય પર્સોનેલ અને તાલીમી વિભાગ (DOPT)દ્વ્રારા બુધવારે જારી કરાયેલા જાહેરનામામાં કહેવામાં આવ્યું છે કે ગુપ્તચર કે સુરક્ષા સાથે સંબંધિત સંગઠનોથી સેવાનિવૃત્ત થયેલા અધિકારીઓ મંજૂરી વગર કોઈ પણ સામગ્રી પ્રકાશિત નહીં કરી શકે. જો તેઓ મંજૂરી વગર કશું પ્રકાશિત કરશે તો તેમનું પેન્શન રોકી દેવામાં આવશે.

દેશની સુરક્ષા માટે નવા નિયમ બનાવ્યાનો દાવો

સરકારે દેશની આંતરિક સુરક્ષા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. આ વિભાગોના કર્મીઓએ પોતાના વિભાગના વડા (એચઓડી)ની કંઇ પણ લખતા પહેલાં મંજૂરી લેવી પડશે. કારણ કે કોઇ પણ પ્રકારની સંવેદનશીલ માહિતી હવે પોતાની મરજીથી પ્રકાશિત કરી શકાશે નહીં. તેની તપાસ થવી જરુરી છે.

વિભાગીય વડાની મંજૂરી લેવી પડશે

આ નવા નિયમો સરકારી ગેજેટ સાથે લાગુ કરાયા છે. જે મુજબ વિભાગ સાથે સંકળાયેલે કોઇ પણ માહિતી, કોઇ વ્યક્તિ કે પદ અથવા તેની સાથે સંબંધિત વિગતો ઉપરાંત વિભાગમાં સર્વિસ દરમિયાવ મળેલી માહિતી કે વિશેષતાઓ અંગે પ્રકાશન પહેલાં પોતાના એચઓડીની મંજૂરી લેવી પડશે.

નિયમો પ્રમાણે જો સેવાનિવૃત્તિ બાદ અધિકારી મંજૂરી વગર કશું લખશે તો તેનું પેન્શન અટકાવી શકાશે. તેમણે કશું લખતા પહેલા મંજૂરી લેવી પડશે. સક્ષમ અધિકારીને આ નિર્ણય લેવાનો અધિકાર હશે કે પ્રકાશન માટે પ્રસ્તાવિત સામગ્રી સંવેદનશીલ છે કે અસંવેદનશીલ છે અને શું તે સંગઠનના ક્ષેત્રાધિકારમાં આવે છે.

કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 1972માં સુધારો

કેન્દ્રીય સિવિલ સેવા (પેન્શન) નિયમ, 1972માં સુધારો કરીને ડીઓપીટી દ્વારા એક જોગવાઇ જોડવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે, સેવાનિવૃત્તિ પર આરટીઆઈ અધિનિયમની બીજી યાદીમાં જણાવેલ સંગઠનોમાં કામ કરનારાઓને ઓર્ગેનાઈઝેશનના પ્રમુખની પૂર્વ મંજૂરી (Permission for Publication) વગર સંગઠનના ડોમેન સાથે સંબંધિત કશું પણ પ્રકાશિત કરવાની મંજૂરી આપવામાં નહીં આવે.

ક્યા સરકારી વિભાગના કર્મીઓને લાગુ પડશે

  • ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)
  • રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ
  • રાજસ્વ ગુપ્તચર ડિરેકટોરેટ
  • સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ બ્યુરો,
  • એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ (ઇડી),
  • નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો,
  • એવિએશન રિસર્ચ સેન્ટર,
  • સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ,
  • સીમા સુરક્ષા દળ (BSF)
  • કેન્દ્રીય રિઝર્વ પોલીસ બળ, (CRPF)
  • ઈન્ડો-તિબેટ બોર્ડર પોલીસ,
  • કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ,
  • નેશનલ સિક્યોરિટી ગાર્ડ,
  • આસામ રાઈફલ્સ,
  • સશસ્ત્ર સીમા બળ,
  • સ્પેશિયલ બ્રાન્ચ (CID),
  • આંદામાન અને નિકોબાર , ક્રાઈમ બ્રાંચ-સીઆઈડી-સીબી,
  • દાદરા અને નગર હવેલી,સ્પેશિયલ બ્રાંચ,
  • લક્ષદ્વીપ પોલીસ, સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ,
  • સંરક્ષણ સંશોધન- વિકાસ સંગઠન,
  • બોર્ડર રોડ ડેવલપમેન્ટ બોર્ડ
  • ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ અને CBI

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat