Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > પેપ્સિકો પર ભારે પડ્યા ગુજરાતના ખેડૂત, કંપનીએ તમામ કેસ પરત ખેચ્યા

પેપ્સિકો પર ભારે પડ્યા ગુજરાતના ખેડૂત, કંપનીએ તમામ કેસ પરત ખેચ્યા

0
373

અમદાવાદ: ઠંડા પીણા અને ચિપ્સ બનાવનારી કંપની પેપ્સિકો પર ગુજરાતના ખેડૂત ભારે પડી ગયા છે. કંપનીએ અંતે બટાકાની એક ખાસ જાતી ઉગાવનારા ખેડૂતો પર દાખલ કરેલા તમામ કેસ પરત ખેચી લીધા છે. ખેડૂતોએ કંપની પાસેથી વળતર પણ મેળવ્યુ છે.

11 ખેડૂતો વિરૂદ્ધ દાખલ કરવામાં આવ્યો હતો કેસ

કંપનીએ ગુજરાતના ડીસા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના 11 ખેડૂતો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. કંપનીનો આરોપ હતો કે આ ખેડૂતોએ બટાકાની તે વેરાયટીનું ઉત્પાદન કર્યુ છે જેનો ઉપયોગ તે પોતાની ચિપ્સ બનાવવા માટે કરે છે.

એક રૂપિયા લીધુ વળતર

ખેડૂતોએ કંપની પાસેથી પ્રતીકાત્મક રીતે એક રૂપિયાનું વળતર લીધુ છે. ખેડૂતો તરફથી વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યુ કે તેમણે અમેરિકન કંપનીની ભારતીય એકમ પાસેથી માનહાની અને ખોટા કેસમાં ફસાવા માટે આ વળતર લીધુ છે.

આ રીતે શરૂ થયો હતો વિવાદ

ગુજરાતના ખેડૂતોએ પેપ્સિકો દ્વારા તેમની ચિપ્સમાં ઉપયોગમાં લેવાતા બટાકાની ખાસ જાતીનું ઉત્પાદન કર્યુ હતું, જેની જાણકારી મળ્યા બાદ પેપ્સીકોએ 11 ખેડૂતો પર કેસ દાખલ કર્યો હતો. ખેડૂતોમાં રોષ વધતા પેપ્સિકોએ કેસને પરત ખેચવા માટે શરત મુકી હતી જે બાદ ખેડૂત વધુ ભડકી ગયા હતા. પેપ્સી અને લેજ ચિપ્સ જેવી વસ્તુ બનાવનારી આ કંપનીનું કહેવુ છે કે આ ખેડૂત જે બટાકા ઉગાડી રહ્યાં છે, તેને ઉગાડવાનો અધિકાર માત્ર તેમની પાસે જ છે.

પેપ્સિકોએ આ શરત રાખી હતી

પેપ્સિકોએ તે ત્રણ ખેડૂતો સાથે સમજૂતી કરવા માટે એક શરત મુકી હતી, જેના અનુસાર ખેડૂત તેમના બટાકા ફાર્મિગ પોંગ્રામ સાથે જોડાઇ શકે છે, જેનાથી તેમને ટ્રેનિંગના બટાકા માટે સારો ભાવ પણ મળશે, બીજુ જો ખેડૂત તેમના બટાકા ફાર્મિંગ પોગ્રામ સાથે નથી જોડાતા તો તેમને એક એગ્રીમેન્ટ પર સહી કરવી પડશે, આવુ કરતા તેમના એફએલ-2027 બટાકા ઉગાડવા પર રોક લાગી જશે.

ખેડૂતોએ લીધો સામુહિક નિર્ણય

ખેડૂતોએ પેપ્સિકોના ઉત્પાદનનો બહિષ્કાર કરવા માટે ભારતીય ખેડૂત સંઘની ગુજરાત એકમના બેનર હેઠળ સામુહિક નિર્ણય લીધો હતો. ખેડૂતોએ પેપ્સિકો વિરૂદ્ધ બીજ અધિકાર મંચ હેઠળ લડાઇને આગળ લઇ જવાનો નિર્ણય કર્યો હતો. ખેડૂતોનું કહેવુ હતું કે દેશમાં કોઇ પણ કંપની ખેડૂતને કોઇ પણ રીતના બીજના પ્રયોગ કરવાનો ઇનકાર કરી શકતી નથી. ખેડૂતોનું કહેવુ હતું કે પેપ્સિકો તમામ ખેડૂતો ઉપરથી કેસ પરત ખેચી લે.