Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુ-કાશ્મીરમાં NC-PDP,કોંગ્રેસ સહિત 7 પક્ષોએ બનાવ્યું ‘Peoples Alliance’

જમ્મુ-કાશ્મીરમાં NC-PDP,કોંગ્રેસ સહિત 7 પક્ષોએ બનાવ્યું ‘Peoples Alliance’

0
105
  • જમ્મુ-કાશ્મીરમાં 370 કલમ પાછી લાવવા ફરી બધા એક થયા
  • ફારુક અબ્દુલ્લાહએ કહ્યું- અમને અમારો અધિકાર પાછો જોઇએ
  • જમ્મુ-કાશ્મીરમાં 45 વર્ષમાં 5 વખત ગઠબંધનની સરકાર રચાઇ

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્ર સરકાર સામે જંગ માટે NC-PDP,કોંગ્રેસ સહિત 7 પક્ષોએ ‘પીપલ્સ એલાયન્સ’ (Peoples Alliance)ના નામે નવો મોરચો રચી દીધો છે. નેશનલ કોન્ફ્રન્સના ચીફ ફારુક અબ્દુલ્લાહએ પોતાના ગુપકાર રોડ ખાતેને પોતાના નિવાસ સ્થાને તેની જાહેરાત કરી હતી.

તેમણે કહ્યું કે આ ગઠબંધન (Peoples Alliance)નો હેતું જમ્મુ-કાશ્મીરમાં અમને અમારો અધિકાર પાછો મેળવવા એટલો કે રાજ્યમાં 5 ઓગસ્ટ 2019 પહેલાની સ્થિતિ અને કલમ 370 બહાલ કરવાનો છે.

ગત વર્ષે જમ્મુ-કાશ્મીરના ભાગલાના ઐતિહાસિક દિવસની પૂર્વ સંધ્યાએ પીડીપી, નેશનલ કોન્ફ્રન્સ, કોંગ્રેસ માકપ, જમ્મુ-કાશ્મીર પીપલ્સ કોન્ફ્રન્સ, પેન્થર્સ પાર્ટી અને જમ્મુ-કાશ્મીર અવામી નેશનલ કોન્ફ્રન્સ સહિત અન્ય પાર્ટીઓએ ગુપ્તકાર સમજૂતિ (Peoples Alliance)પર હસ્તાક્ષર કર્યા હતા.

આ સમજૂતિ રાજ્યને વિશેષ દરજ્જા અને બંધારણના અમલ માટે હતી. પરંતુ બીજા દિવસે મોદી સરકારે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ બદલી નાંખી હતી.

આ પણ વાંચોઃ શું છે આ ‘ગુપકાર 2.0’? જેને લઈને કાશ્મીરના નેતાઓએ બોલાવી બેઠક

આ ગઠબંધન સાથે મળી ચૂંટણી લડી શકે છે Peoples Alliance

ફારુક અબ્દુલ્લાહએ કહ્યું કે “અમે એ ગઠબંધનનું નામ પીપલ્સ એલાયન્સ (Peoples Alliance)રાખ્યું છે. કાયદાકીય દાયરામાં રહી આ ગઠબંધન જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો પાછો મેળવવા માટે બંધારણીય જંગ લડશે. અમે ઇચ્છીએ છીએ કે કેન્દ્ર સરકાર અમારી જનતાને 5 ઓગસ્ટ પહેલાંના જે અધિકાર હતા, તે પાછા આપી દે.”

માનવામાં આલી રહ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયેલા જમ્મુ-કાશ્મીરમાં જો ચૂંટણી થશે તો તમામ 7 પક્ષો ગઠબંધન હેઠળ મળીને ચૂંટણી લડી શકે છે.

પીડીપી અને ભાજપના કજોડાનું ગઠબંધન Peoples Alliance

અગાઉ પણ નવેમ્બર 2018માં પીડીપીના નેતૃત્વમાં ગઠબંધન રચાયું હતું. તેમાં પણ નેશ્નલ કોન્ફ્રન્સ અને કોંગ્રેસ સામેલ હતા. વાસ્તવમાં 3 વર્ષથી સરકાર ચલાવતા પીડીપી અને ભાજપ વચ્ચે જૂન 2018માં મતભેદ સર્જાતા યુતિ તૂટી ગઇ હતી.

5 મહિના પછી રાજ્યપાલ સત્યપાલ મલિકે વિધાનસભા ભંગ કરી દીધી હતી. ત્યારે રાજ્યપાલના નિર્ણયના અડધા કલાક પહેલા પીડીપી વડાં મહેબૂબા મુફ્તીએ રાજ્યપાલને નેશ્નલ કોન્ફ્રન્સ અને કોંગ્રેસ સાથેના ગઠબંધન અને સમર્થનો પત્ર મોકલ્યો હતો.

મહેબૂબાએ56 ધારાસભ્યોના ટેકાનો દાવો કર્યો હતો. પરંતુ રાજભવને કહ્યું કે તેમને મહેબૂબાનો ફેક્સ મળ્યો નથી.

આ પણ વાંચોઃ જમ્મુ-કાશ્મીરમાં કલમ-370 પાછી લાવવા ફારુકના ઘરે Gupkar Declaration

માત્ર એક વખત ગઠબંધન સરકારે ટર્મ પુરી કરી Peoples Alliance

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 45 વર્ષમાં 5 વખત ગઠબંધન રચાયા અને સરકારો બની હતી. પરંતુ તેમાંથી માત્ર એક ગઠબંધને 6 વર્ષ સુધી શાસન કર્યું હતું. તે ગઠબંધન નેશનલ કોન્ફ્રન્સ અને કોંગ્રેસ વચ્ચે હતું.

  • *1975થી 1977: નેશનલ કોન્ફ્રન્સના નેતા ફારુક અબ્દુલ્લાહ કોંગ્રેસ સાથે ગઠબંધન રચી મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ બે વર્ષમાં જ કોંગ્રેસ સમર્થન પાછું ખેંચી લીધું હતું.
  • *1982થી1986: નેશનલ કોન્ફ્રન્સને બહુમતી મળી હતી. પરંતુ કોંગ્રેસે NCના ધારાસભ્યોને તોડીને સરકાર પાડી દીધી હતી. ત્યારે ફારુક અબ્દુલ્લાહ (1982-84) અને ગુલામ મોહમ્મદ શાહ (1984-86) સુધી મુખ્યમંત્રી હતા.
  • *2002થી 2008:પીડીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન રચાયું. પરંતુ શાસનના અંતિમ વર્ષે પીડીપીએ અમરનાથ શ્રાઇન બોર્ડને કાશ્મીરમાં જમીન આપવાના મુદ્દે ગઠબંધન તોડી નાંખ્યું હતું. ત્યારે મુફ્તી મોહમ્મદ સઇદ (મહેબૂબાના પિતા) 2002થી 2005 સુધી અને ગુલામનબી આઝાદ 2005થી 2008 સુધી સીએમ રહ્યા હતા.
  • *2009થી 2015: નેશનલ કોન્ફ્રન્સ અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર બની.
    આ સરકારે 6 વર્ષનો કાર્યકાળ પુરો કર્યો હતો. જેમાં ઉમર અબ્દુલ્લાહ મુખ્યમંત્રી હતા.
  • *2015થી 2018: મુસ્લિમ બહુમતીવાળા કાશ્મીરના 46માંથી 28 બેઠકો મેળવનારી પીડીપી અને હિન્દુ વર્ચસ્વવાળા જમ્મુની 37થી 25 બેઠકો મેળવનાર ભાજપે ગઠબંધન કરી લીધું. માર્ચ 2015માં નદીના બે કાંઠા કહેવાતા આ પક્ષો એક થઇ ગયા. જેમાં 2015થી 2016 સુધી મુફ્તી સઇદ અને 2016-18માં મહેબૂબા મુફ્તી મુખ્યમંત્રી રહ્યાં. પરંતુ જૂન 2018માં આ ગઠબંધન તૂટી ગયું.